Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: મન મૂકીને ધોરમાર વરસ્યા મેઘરાજા, ચોમાસાની સિઝનમાં મેગાસિટીમાં ભૂવારાજ

Ahmedabad Heavy Rains Update: અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ થયો છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોપલ અને શેલામાં પણ ધોધમાર વરસાદ...
ahmedabad  મન મૂકીને ધોરમાર વરસ્યા મેઘરાજા  ચોમાસાની સિઝનમાં મેગાસિટીમાં ભૂવારાજ

Ahmedabad Heavy Rains Update: અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ થયો છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોપલ અને શેલામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે એસજી હાઈવે આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ધોધમાર વરસાદ થયા લોકોએ વરસાદની મજા માણી હતી. મહત્વની વાત એ છે કે, ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરો થઈ હતી અને વાહચાલકો હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખવા મજબૂર બન્યા હતાં.

Advertisement

ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરો થઈ હતી

મળતી જાણકારી પ્રમાણે અમદાવાદ (Ahmedabad) ગાંધીનગર (Gandhinagar) હાઈવે પર ઇનરાધાર વરસાદ (Rains) આવ્યો છે. નોંધનીય છે કે, ધોધનાર વરસાદથી લોકોમા હરખની હેલી જોવા મળી. ધોધમાર વરસાદ (Heavy Rains)થી હાઈવે પર જોવાની ક્ષમતા ઘટી ગઈ હતી. કારણ કે, ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરો થઈ હતી . જેથી વાહન ચાલકો હેડલાઈટ અનો પાર્કિંગ લાઈટ ચાલુ કરી વાહન હંતાકવા મજબૂર જોવા મળ્યા.

ચોમાસાની સિઝનમાં મેગાસિટી અમદાવાદમાં ભૂવારાજ

શહેરમાં વરસાદ થતાની સાથે સમસ્યાઓ આવી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં રોડ રસ્તા બિસ્માર બન્યા છે. ગોમતીપુર પટેલ મિલ BRTS રોડ અંત્યત બિસ્માર હાલત છે, જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન રોડ રસ્તા ખખડધજ થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નોંધનીય છે કે, તંત્ર દ્વારા ડ્રેનેજનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. જેથી રોડનું સમારકામ અધુરું રહેતા રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે. વરસાદ થતાની સાથે તંત્રની પ્રિ મોન્સુન કામગીરીના દાવાની પોલી ખુલી ગઈ છે.

Advertisement

ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરો થઈ હતી

અમદાવાદમાં ચોમાસાની સિઝન આવતાની સાથે ભૂવો પડ્યાની ઘટનાઓ સામે આવી રહીં છે. મળતી જાણકારી પ્રમાણે પાલડી ચાર રસ્તા પાસે રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય વરસાદ પર રોડ પર ભૂવો પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે. શહેરના પાલડી વિસ્તારમાં ચાર રસ્તા પર જ ભૂવો પડ્યો છે. ટેક્ષ ભરવા છતા નથી કરાતા રોડ રસ્તાની યોગ્ય મરામત થતી નથી. તંત્રની આવી બેદરકારીને લઈને લોકોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો, ચોમાસાની સિઝનમાં મેગાસિટી અમદાવાદમાં ભૂવારાજ જોવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: ગોંડલ નેશનલ હાઇવે પર ખાનગી બસ પલટતા થયો અકસ્માત, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: Upendra Dwivedi New Army Chief: ભારતીય સૈન્ય ઈતિહાસમાં પહેલીવાર! સૈનાના સર્વોચ્ચ હોદ્દા પર બે મિત્રો

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દરિયો ન ખેડવા માછીમારોને સૂચના

Tags :
Advertisement

.