Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા SOG ની મોટી કાર્યવાહી, MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ

અમદાવાદ શહેરમાં ફરી એક વખત નશીલા પ્રદાર્થનું વેચાણ કરતા પેડલરો પકડાયા છે. SOG ક્રાઈમેં અલગ અલગ બે કેસ કરી ત્રણ આરોપી ધરપકડ કરી છે. મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓ અને નશાના ઉપયોગમાં વપરાતી કફ સીરપના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ...
05:21 PM Nov 02, 2023 IST | Dhruv Parmar

અમદાવાદ શહેરમાં ફરી એક વખત નશીલા પ્રદાર્થનું વેચાણ કરતા પેડલરો પકડાયા છે. SOG ક્રાઈમેં અલગ અલગ બે કેસ કરી ત્રણ આરોપી ધરપકડ કરી છે. મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓ અને નશાના ઉપયોગમાં વપરાતી કફ સીરપના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદ SOG ક્રાઈમની ગીરફતમાં રહેલા આરોપી મોહમ્મદ સાદીક ઉર્ફે બાબુ અંસારી અને રુકસાના બાનું ઉર્ફે અંસારીની એમ.ડી ડ્રગ્સનાં જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બન્ને આરોપી પતિ - પત્ની છે અને બાપુનગરમાં રહે છે. ઘરમાં જ બેઠા બેઠા ડ્રગ્સની નાની નાની પડીકીઓ વેચી રહ્યા હતા. SOG ક્રાઈમને એક માહિતી મળી હતી જેના આધારે બાપુનગર માંથી આરોપી પાસેથી 194 ગ્રામ એમ.ડી કુલ 19.41 લાખ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ દ્વારા મળતી જાણકારી અનુસાર, આરોપીની પૂછપરછમાં મોહમ્મદ સાદીક મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો અને છૂટક ડ્રગ્સની પડીકીઓ બનાવી વેચતો હતો. ત્યારે 15 દિવસમાં એક વખત આરોપી મુંબઈથી આશરે 200 ગ્રામનો એમ.ડી ડ્રગ્સનો જથ્થો લાવીને છૂટક વેચાણ કરતો હતો.પોલીસ તપાસમાં બન્ને આરોપી નશાના બંધાણી હોવાથી અને પૈસા કમાવવા માટે છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હતા.

પકડાયેલા આરોપીની પૂછપરછમાં ડ્રગ્સનો નશો કરવા આરોપીના ઘરે જ રીક્ષા ચાલક ડ્રગ્સની પડીકીઓ લેવા આવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સનું વેચાણ કરી આરોપી મહિને 5 થી 7 લાખ રૂપિયા કમાતો હતો. જોકે આરોપી મોહમદ સાદીકની અગાઉની પત્ની છૂટાછેડા થઈ ગયા છે. જેથી છેલ્લા ત્રણ વર્ષથી આરોપી મોહમદ સાદીકે રુક્સાનાબાનું સાથે લગ્ન કર્યા હતા.

જોકે બન્ને નશાનાં બંધાણી હોવાથી એક બીજા સાથે લગ્ન કર્યા. બીજી તરફ SOG ક્રાઈમની ટીમે આવી જ રીતે દાણીલીમડા માંથી ગેરકાયદેસર કફ શીરપનો જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી ઈરફાન શેખ ઘરેથી 250 કફ સીરપ બોટલ કબજે કરી છે. આ આરોપી કફ સીરપ પોતાના ઘરે રાખવાનો કમિશન રાખતો હતો પણ નશો કરવા માટે કફ સીરપનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે જેથી અન્ય વોન્ટેડ આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે.

શહેરમાં ચાલતા નશાના કાળા કારોબાર અટકાવવા ચાલુ વર્ષમાં 33 જેટલા NDPS ના કેસ કરવામાં આવ્યા છે જેમાં શહેરમાં ડ્રગ્સનો નશો કે વેચાણ કરવા માટેના હોટસ્પોટ રિવરફ્રન્ટ,સીજી રોડ,સિંધુ ભવન ,જમાલપુર પગથિયાં છે. જ્યારે અન્ય રાજ્યમાંથી ડ્રગ્સ લઈને આવતા પેડલરો મોટા ભાગે સિટીએમ અને ગીતામંદિરથી પકડાયા છે.

આ પણ વાંચો : SURAT : ACB દ્વારા સુરત મનપાના બે કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા

Tags :
AhmedabadAhmedabad NewsCrimeGujaratMD drugsNarcoticsSOG crime
Next Article