Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : બોપલમાં 'Hit and Run' કેસનાં આરોપી સગીરને લાઇસન્સ મળશે કે નહીં ? RTO અધિકારીએ કરી સ્પષ્ટતા!

RTO અધિકારી સાથે Gujarat First ની વાતચીત (Ahmedabad)  પોલીસના અભિપ્રાય બાદ નક્કી કરાશે કે સગીરને લાયસન્સ આપવું કે નહીં ? RTO એ ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં 600 થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કર્યાં અમદાવાદનાં (Ahmedabad) બોપલ 'હિટ એન્ડ રન' કેસમાં...
ahmedabad   બોપલમાં  hit and run  કેસનાં આરોપી સગીરને લાઇસન્સ મળશે કે નહીં   rto અધિકારીએ કરી સ્પષ્ટતા
  1. RTO અધિકારી સાથે Gujarat First ની વાતચીત (Ahmedabad) 
  2. પોલીસના અભિપ્રાય બાદ નક્કી કરાશે કે સગીરને લાયસન્સ આપવું કે નહીં ?
  3. RTO એ ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં 600 થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કર્યાં

અમદાવાદનાં (Ahmedabad) બોપલ 'હિટ એન્ડ રન' કેસમાં મોટા સમાચાર આવ્યા છે. ઘટનામાં સગીર કારચાલકને ભવિષ્યમાં લાઇસન્સ (Driving License) મેળવવામાં હાલાકી પડી શકે છે. પોલીસનાં અભિપ્રાય બાદ સગીરને લાઇસન્સ આપવું કે નહીં ? તે નક્કી કરાશે. હાલ, અકસ્માત કેસમાં સગીર કારચાલકના પિતા સામે દંડ અને કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે RTO દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવાનાં આંકડાઓમાં પણ વધારો થયો છે.

Advertisement

સગીર કારચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત

અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં 14 મી સપ્ટેમ્બરનાં રોજ મિલાપ શાહનાં સગીર વયનાં દીકરાએ પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર (Mercedes Car Accident) હંકારીને સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ગોર્ડનું મોત નીપજ્યું હતું. જો કે, અકસ્માત કરનાર આરોપી 17 વર્ષની ઉંમરનો હોવાથી કાયદા પ્રમાણે તેના પિતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં પિતા મિલાપ શાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ એવી માહિતી મળી છે કે, અકસ્માત સર્જનાર સગીર વયનાં આરોપીને ભવિષ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ આપવું કે નહીં ? તે પોલીસનાં અભિપ્રાય પર નક્કી કરાશે.

Advertisement

આ પણ વાંચો -Ahmedabad : બોપલમાં 'Hit and Run' કેસમાં 'ગુમ' મિલાપ શાહ સ્વિફ્ટ કારમાંથી ઝડપાયો

RTO દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવાનાં આંકડામાં વધારો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, RTO દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવાનાં આંકડામાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેસ વધ્યા છે. ગત વર્ષે 600 થી વધુ કેસમાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 600 થી વધુ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે. આ 600 માં ફેટલ કેસનાં 44, ઓવર સ્પીડ કેસનાં 100, ગંભીર અકસ્માત કેસનાં 270, હેલ્મેટ વગર કેસનાં 100 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં અમદાવાદ RTO એ (Ahmedabad RTO) 600 લોકોનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે, ગત મહિને 59 ને નોટિસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જ્યારે અકસ્માત થાય ત્યારે પોલીસ દરખાસ્ત સામે RTO તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. 7 દિવસની નોટિસ અને જવાબ ન મળે તો લાઇસન્સ 3 કે 6 માસ સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો -Gujarat High Court એ કહ્યું- ચીફ જસ્ટિસ પસાર થયા બાદ પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે..!

સગીર કેસમાં વાલીઓ સામે શું કાર્યવાહી ?

જણાવી દઈએ કે, સગીર કેસમાં લાઇસન્સ વગર કાર ચલાવે અને અકસ્માત કરે તો તેના માટે પણ છે જોગવાઈ છે. આવા કેસમાં પોલીસ કેસ થાય તો વાલી પર કેસ નોંધાય છે અને રૂ. 20 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે છે. તેમ જ પિતા પર કાર્યવાહીની પણ જોગવાઈ છે. સગીરને ભવિષ્યમાં લાઇસન્સ આપવુ કે નહીં તે પોલીસ અભિપ્રાય પર નિર્ભર હોય છે. તેમ અમદાવાદ (Ahmedabad) RTO નાં જે. જે. પટેલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ને જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Bharuch : મુમતાજ પટેલ અને ભૂષણ ભટ્ટ સામસામે! સો. મીડિયા પર જામ્યું વાક્યયુદ્ધ!

Tags :
Advertisement

.