Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: ઈસનપુરમાં મિલકતો તોડવા મામલે AMC પર ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

Ahmedabad: ગુજરાત હાઇકોર્ટમાં ઇસનપુર તળાવની આસપાસ મિલકત ધરાવતા 42 લોકોએ એડવોકેટ અશોક પારેખ મારફતે એક અરજી કરી છે. જે મુજબ 1989 થી ત્યાં મિલકત ધરાવતા લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 મે ના રોજ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપી છે...
ahmedabad  ઈસનપુરમાં મિલકતો તોડવા મામલે amc પર ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

Ahmedabad: ગુજરાત હાઇકોર્ટમાં ઇસનપુર તળાવની આસપાસ મિલકત ધરાવતા 42 લોકોએ એડવોકેટ અશોક પારેખ મારફતે એક અરજી કરી છે. જે મુજબ 1989 થી ત્યાં મિલકત ધરાવતા લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 મે ના રોજ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપી છે અને ફક્ત ત્રણ દિવસનો સમય આપ્યો હતો. ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન સાથે તે મિલકતો તોડી પાડવામાં આવી છે. અરજદારોને ઘરમાંથી સામાન લેવાની પણ પરવાનગી આપવામાં આવી નથી. જજ હેમંત પ્રછકની કોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી.

Advertisement

કોર્પોરેશન અને અરજદારો વચ્ચે એગ્રીમેન્ટ પણ થયેલોઃ અરજદાર

હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, 1989 માં બનેલી મિલકતો ઉપર 2024 માં ઓથોરિટી કાર્યવાહી કરી રહી છે. ત્યાં સુધી અધિકારીઓ શું કરતા હતા? કોર્ટ રાજ્ય સરકારને આવા ઓફિસરો સામે પગલાં લેવા માટે નિર્દેશ આપી શકે છે. વળી આ મિલકતોનું ભાડું પણ AMC લેતી હતી. અરજદારે જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને અરજદારો વચ્ચે એગ્રીમેન્ટ પણ થયેલો છે. AMC ને ચૂકવાતા ટેક્સની રસીદ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. ઉપરાંત ફોટો અને સ્કેચ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા.

AMC ને ચૂકવાતા ટેક્સની રસીદ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી

આ વિસ્તાર એક સમય ઇસનપુર ગ્રામ પંચાયતમાં આવતો હતો. અરજદારો પૈકી કેટલાક તે સમયના માલિક છે, જ્યારે કેટલાકે જમીન ખરીદી છે. ઇસનપુર ગ્રામ પંચાયતને અરજદારો ટેક્સ પણ ચૂકવતા હતા. બાદમાં તેનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અરજદારો પાસેથી ટેક્સ લે છે. તેઓ ઘણા સમયથી અહીં ધંધો કરતા આવ્યા છે. અરજદારનું કહેવું હતું કે, તેમની રજૂઆતની તક પણ આપવામાં આવી નથી. તે અરજદારોના હકનો ભંગ કરવા બરાબર છે. તેથી જગ્યાએ આવેલી અરજદારની મીલકતો ડિમોલિસ કરવાના AMC ના ઓર્ડરને હાઇકોર્ટ રદ કરે, કારણ કે આ ભેદભાવપૂર્વકનો ઓર્ડર છે.

Advertisement

AMC ના ઓર્ડરને હાઇકોર્ટ રદ કરવા કરાઈ માગણી

અરજદારના એડવોકેટે અશોક પારેખ જણાવ્યું હતું કે, કોર્પોરેશનને તળાવના વિકાસ માટે આ જગ્યા જોઈએ છે. અગાઉ રોડ પહોળો કરવાની બાબતે પણ અરજદારોએ કોર્પોરેશનની સહકાર આપ્યો હતો. કોર્પોરેશનની નોટિસનો અરજદારોએ જવાબ આપ્યો હતો, પરંતુ તેનો કોઈ રીપ્લાય આપવામાં આવ્યો નથી. કોર્પોરેશન એટલા માટે ડિમોલિશન માટે ઉતાવળું બન્યું છે. કારણ કે, કોર્ટમાં મેટર પેન્ડિંગ છે. ડિમોલિશન થઈ જાય તો અરજીનો કોઈ મતલબ રહે નહીં, કાયદા મુજબ કોર્પોરેશન આ જગ્યા લઈ શકે નહીં. કોર્પોરેશનના અધિકારીઓ કોર્ટથી ઉપર વટ થઈને તેના હુકમની રાહ જોયા વગર આ કાર્ય કરી રહ્યા છે.

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: AMRELI જિલ્લાના વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

આ પણ વાંચો:  Surendranagar: લાંચિયો વકીલ હવે જેલના હવાલે! ACB એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો:  Lok Sabha Election 2024: મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

Advertisement
Tags :
Advertisement

.