Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે HC નારાજ, આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું

રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટ નારાજ કોર્ટનાં તિરસ્કાર સંદર્ભે હાઇકોર્ટનો મોટો હુકમ રાજ્ય સરકારનાં જવાબદાર અધિકારીઓને HC નું તેડું ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસને કોર્ટનું તેડું શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને કોર્ટનું તેડું...
ahmedabad   રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે hc નારાજ  આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું
  1. રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટ નારાજ
  2. કોર્ટનાં તિરસ્કાર સંદર્ભે હાઇકોર્ટનો મોટો હુકમ
  3. રાજ્ય સરકારનાં જવાબદાર અધિકારીઓને HC નું તેડું
  4. ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસને કોર્ટનું તેડું
  5. શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને કોર્ટનું તેડું

Ahmedabad : રાજ્યમાં રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટે (Gujarat High Court) સખત નારાજ વ્યક્ત કરી હતી. કોર્ટનાં તરસ્કાર અંગે ચાલી રહેલી અરજી (Contempt of Court Petition) મામલે હાઇકોર્ટે મોટો હુકમ કરી રાજ્ય સરકારનાં 2 જવાબદાર અધિકારીઓને હાજર થવાં હુકમ કર્યો છે. 29 ઓગસ્ટ 2024 એટલે કે ગુરુવારનાં રોજ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા બંને અધિકારીઓને કોર્ટનું તેડું આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - હેલ્મેટ, ખોટી રીતે પાર્કિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો પડશે ભારે! High Court ની સરકારને કડક સૂચના

બે ઉચ્ચ સનદી અધિકારીઓને કોર્ટમાં રૂબરૂ હાજર થવા આદેશે

રાજ્યમાં રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટ છેલ્લા ઘણાં સમયથી સરકારને ટકોર કરી રહી છે અને આ સમસ્યાઓનો જલદી ઉકેલ લાવવા માટે અનેક સૂચનો પણ કર્યા હતા. પરંતુ, તેમ છતાં સમસ્યા હાલ પણ યથાવત છે. કોર્ટનાં તરસ્કાર મામલે ચાલી રહેલી અરજી મામલે હાઇકોર્ટે આજે મોટો હુકમ કર્યો છે અને સાથે જબરદસ્ત નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ મામલે હાઈકોર્ટે હવે રાજ્ય સરકારને બે ઉચ્ચ સનદી અધિકારીઓને કોર્ટમાં રૂબરૂ હાજર થવા માટે આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્ય સરકારનાં ઉચ્ચ સનદી અધિકારી ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ (M.K. Das) અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને (Ashwini Kumar) રૂબરુ હાજર રહેવાનો કોર્ટે આદેશ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ganesh Gondal Case : હાઈપ્રોફાઈલ કેસમાં બંને પક્ષની દલીલો પૂર્ણ, હવે આવતીકાલ પર સૌની નજર!

Advertisement

કોર્ટનાં તિરસ્કાર સંદર્ભે હાઇકોર્ટનો મોટો હુકમ

હાઈકોર્ટે બંને ઉચ્ચ સનદી અધિકારીઓને આગામી સુનાવણી 29 ઓગસ્ટ 2024 એટલે કે ગુરુવારનાં રોજ કોર્ટ (Ahmedabad) સમક્ષ રૂબરૂ હાજર રહેવા હુકમ કર્યો છે. વર્ષ 2019 થી અત્યાર સુધી થયેલી કામગીરી મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, રાજ્યમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ આજે હાઈકોર્ટે (Gujarat High Court) ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે જ સરકારને ટ્રાફિક નિયમોનું (Traffic Rules) પાલન કરાવવા કડક શબ્દોમાં સૂચના પણ આપી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો - Gandhinagar : લ્યો બોલો... 'ઘોર બેદરકારી' તો વિધાનસભા પહોંચી! હવે તો VIP લોકો પણ સુરક્ષિત નથી!

Tags :
Advertisement

.