Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તોડકાંડ: અમદાવાદ G ડિવિઝન ટ્રાફિક પોલીસે પરત આપ્યા રૂપિયા

ઇનપુટ---પ્રદિપ કચિયા, અમદાવાદ તોડકાંડમાં યુવકને રૂપિયા પાછા આપવાની પડી ફરજ દિલ્હીના યુવક સાથે અમદાવાદમાં થયો હતો તોડકાંડ પોલીસે 20 હજાર રૂપિયાનો કર્યો હતો તોડ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હતો એક્સક્લુઝીવ અહેવાલ અમદાવાદ G ડિવિઝન ટ્રાફિક પોલીસે પરત આપ્યા રૂપિયા યુવક પાસેથી...
તોડકાંડ  અમદાવાદ g ડિવિઝન ટ્રાફિક પોલીસે પરત આપ્યા રૂપિયા

ઇનપુટ---પ્રદિપ કચિયા, અમદાવાદ

Advertisement

તોડકાંડમાં યુવકને રૂપિયા પાછા આપવાની પડી ફરજ
દિલ્હીના યુવક સાથે અમદાવાદમાં થયો હતો તોડકાંડ
પોલીસે 20 હજાર રૂપિયાનો કર્યો હતો તોડ
ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હતો એક્સક્લુઝીવ અહેવાલ
અમદાવાદ G ડિવિઝન ટ્રાફિક પોલીસે પરત આપ્યા રૂપિયા
યુવક પાસેથી દારુની બોટલ મળતા પોલીસે કર્યો હતો તોડ
ગુજરાત ફર્સ્ટે સ્ક્રીન શોટ સાથે વ્યક્ત કરી હતી યુવકની વેદના
ભોગ બનનાર યુવક ફરિયાદ નહીં નોંધાવે તો પોલીસ કરશે કાર્યવાહી?
જવાબદારો સામે તપાસનો ધમધમાટ પણ નક્કર પગલા ક્યારે?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા આવેલા યુવક પાસેથી દારુની બોટલ પકડાયા બાદ બંદોબસ્તમાં રહેલી પોલીસે 20 હજાર રુપિયાનો તોડ કર્યો હતો. આ મામલે ગુજરાત ફર્સ્ટે એક્સક્લ્યુઝિવ અહેવાલ દર્શાવ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તોડકાંડમાં યુવકને રુપિયા પાછા આપવાની પોલીસને ફરજ પડી છે. જો કે આશ્ચર્યજનક વાત એ છે કે આ કેસમાં જવાબદારો સામે તપાસનો ધમધમાટ શરુ થયો છે પણ પગલાં ક્યારે લેવાશે તે સવાલ છે.

Advertisement

દિલ્હીના યુવક પાસેથી દારુની બોટલ જપ્ત કરી

અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ તોડ પાણીમાં પણ મસ્ત હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે દિલ્હીના યુવક પાસેથી દારુની બોટલ જપ્ત કરી હતી અને ત્યારબાદ તેની પાસેથી તોડ કરીને 20 હજાર રુપિયા પડાવ્યા હતા.

Advertisement

ઓનલાઇન 20 હજાર રુપિયા પડાવ્યા

નાના ચિલોડા પાસે દારુની બોટલ સાથે પકડાયેલા યુવકને પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં લઇ જવાના બહાને યુવકને આસપાસના વિસ્તારોમાં ફેરવ્યો હતો અને ત્યારબાદ ઓનલાઇન 20 હજાર રુપિયા પડાવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટે અહેવાલ પણ પ્રદર્શીત કર્યો હતો

પ્રવાસી યુવક પોલીસના વર્તનથી ડઘાઇ અને ગભરાઇ ગયો હતો. આ બાબતે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પણ પ્રદર્શીત કર્યો હતો. જી ડિવિઝન ટ્રાફીક પોલીસ દ્વારા આ તોડકાંડ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ જ પ્રકારે ટ્રાફિક પોલીસનો તોડકાંડ બહાર આવ્યો હતો પણ હજું પણ કેટલાક તોડબાજ પોલીસ કર્મીઓ સુધરવાનું નામ લઇ રહ્યા નથી.

પોલીસને આ પૈસા યુવકને પરત કરવાની ફરજ પડી

ગુજરાત પોલીસે સ્ક્રીન શોટ સાથે આ અહેવાલ પ્રદર્શીત કર્યો હતો અને પોલીસને આ પૈસા યુવકને પરત કરવાની ફરજ પડી છે. જો કે આ કાંડ બહાર આવતાં હવે તપાસનો ધમધમાટ શરુ થયો છે પણ જવાબદારો સામે કયારે પગલાં લેવાશે તે સવાલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો----BHARUCH : ઝાડેશ્વરમાં વૃદ્ધાને બંધક બનાવી 2.68 લાખની લૂંટ

Tags :
Advertisement

.