Ahmedabad: સાણંદમાં ખમણ ખાવાથી 50 થી 60 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ
Ahmedabad: અમદાવાદના સાણંદ (Sanand)માં ફુડ પોઈઝનિંગ (Food poisoning)ની ઘટના સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના અણીયારી ગામની ઘટના છે. નોંધનીય છે કે, ખમણ ખાવાથી ફૂડ પોઈઝનિંગ (Food poisoning) થયુ હોવાની માહિતી સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે ખમણ ખાવાથી 50 થી 60 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. અત્યારે તમામ દર્દીઓને બાવળા અને સાણંદની સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અચાનક ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર દોડતું થયું છે.
માત્ર પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા
શહેરમાં અત્યારે ખાવામાં અનેક પ્રકારની વાસી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નોંધનીય છે કે, જમવામાં યોગ્ય કાળજી રાખવી ખુબ જ આ જરૂરી છે. પણ કેટલાક લોકો માત્ર પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. અમદાવાદ (Ahmedabad), વડોદરા અને ભરૂચમાં આવી ઘટના બનવા પામી હતી.
ખમણ થતા 50 થી 60 લોકોની તબિયત લથડી
નોંધનીય છે કે, સાણંદમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ખમણ થતા 50 થી 60 લોકોની તબિયત લથડી હતી. તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. નોંધનીય છે કે, જે લોકોની તબિયત વધારે નાજૂક હતી તેમને પાસે આવેલા મંદિરમાં જ સારવાર આપવામાં આવી હતી.