Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

​​​​Ahmedabad:ઇશનપૂરની લોટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

ઈસનપુરમાં લોન ના ભરતા સ્કૂલને લાગ્યા તાળા વિદ્યાર્થીઓ વિલા મોઢે ઘરે પરત ફર્યા લોટસ સ્કુલને પંજાબ નેશનલ બેન્કે માર્યું સીલ ​​Ahmedabad:અમદાવાદ(​​Ahmedabad)ના ઈસનપુર (Isanpur)વિસ્તારમાં સ્થિત લોટસ સ્કૂલના (Lotus School)ટ્રસ્ટે બેંકમાંથી લોન લીધી હતી. જોકે, આ લોનની રકમ સમયસર ભરપાઈ ના...
​​​​ahmedabad ઇશનપૂરની લોટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં
  1. ઈસનપુરમાં લોન ના ભરતા સ્કૂલને લાગ્યા તાળા
  2. વિદ્યાર્થીઓ વિલા મોઢે ઘરે પરત ફર્યા
  3. લોટસ સ્કુલને પંજાબ નેશનલ બેન્કે માર્યું સીલ

​​Ahmedabad:અમદાવાદ(​​Ahmedabad)ના ઈસનપુર (Isanpur)વિસ્તારમાં સ્થિત લોટસ સ્કૂલના (Lotus School)ટ્રસ્ટે બેંકમાંથી લોન લીધી હતી. જોકે, આ લોનની રકમ સમયસર ભરપાઈ ના કરતા બેંકે શાળાને સીલ મારી દીધી હતી. શાળાને સીલ મરાતા વિદ્યાર્થીઓને આજે ભણ્યા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું.

Advertisement

સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર અમદાવાદ(​​Ahmedabad) શહેરના ઈસનપુર વિસ્તારમાં લોટ્સ ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. જે અંદાજે 35 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે. પંજાબ નેશનલ બેંકમાંથી ભૂતકાળમાં સ્કૂલના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૈકી દ્વારા સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લેવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ સમયસર ભરવામાં આવી નહોતી. પરિણામે સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા સ્કૂલનું બિલ્ડિંગ સિલ કરવા સુધીની નોટિસ આપવામાં આવી હતી.

આ પણ  વાંચો -કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ સતર્ક, Asarwa Civil Hospital માં વધારાઈ સુરક્ષા

Advertisement

શાળાને સીલ કરતા વિદ્યાર્થીઓને ભણ્યા વગર ઘરે પરત ફરવું પડ્યું

પંજાબ નેશનલ બેન્કે લોન ભરવા માટે શાળાને વારંવાર નોટિસ ફટકારી હતી. જોકે, તેમછતાં પણ લોન ભરવામાં આવી નહોતી. આખરે બેંકે શુક્રવારે શાળાને સીલ મારી દીધી હતી. એટલું જ નહીં બેંક સીલ ના ખોલવા માટેની નોટિસ લગાવી હતી. શાળાને સીલ કરતા વિદ્યાર્થીઓને આજે ભણ્યા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું.

1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો

વિગતે વાત કરવામાં આવે તો, પશુપાલકોને 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપવામાં આવ્યો છે. બનાસ ડેરી દ્વારા 18.52 ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મંડળીઓને ડિબેન્ચર તરીકે 100 કરોડ ચૂકવાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સણાદરમાં 56મી સાધારણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસડેરીની 56મી સાધારણમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.