Ahmedabad : Fake Judge મોરિસ ક્રિશ્ચિયન, તેના સાથીને કોર્ટમાં રજૂ કરાયા, તપાસમાં ચોંકાવનારા ખુલાસા!
- નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો (fake judge)
- મોરિસ ક્રિશ્ચિયનના સાથી આરોપી દિલીપ રાઠોડને પણ કોર્ટમાં રજૂ કરાયો
- બંને આરોપીઓની પોલીસે વધુ રિમાન્ડની માંગ ન જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
નકલી જજ (Fake Judge) મોરિસ ક્રિશ્ચિયનને લઈને મોટા સમાચાર આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી મોરિસ કિશ્ચિયન અને તેના સાથી આરોપી દિલીપ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓનાં વધુ રિમાન્ડની માગ ના કરતા કોર્ટે બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. અગાઉ મેટ્રોપોલિટન કોર્ટે (Metropolitan Court) આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો - Dadra Nagar Haveli : મુસાફરોથી ભરેલી ખાનગી બસની બ્રેક અચાનક ફેલ થઈ, જીવ બચાવવા ક્લીનર નીચે કૂદ્યો અને..!
નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનને કોર્ટમાં રજૂ કરાયો
અમદાવાદમાં (Ahmedabad) નકલી કોર્ટ ઊભી કરીને બોગસ જજ (Fake Judge) બની છેતરપિંડી આચરનારા આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન (Morris Samuel Christian) અને તેના સાથી આરોપી દિલીપ રાઠોડને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, પોલીસે વધુ રિમાન્ડની માગ ના કરતો કોર્ટે (Gujarat Court) બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. આરોપી અને નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનની પૂછપરછમાં અનેક જગ્યાએ છેતરપિંડી કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. અગાઉ આરોપી મોરિસ વિરુદ્ધ ચાંદખેડા (Chandkheda), મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
આ પણ વાંચો - Surat : ટ્રેનની અડફેટે યુવક-યુવતીનું મોત, પ્રેમી યુગલ હોવાની વાત, તપાસનો ધમધમાટ શરૂ
પોલીસે રિમાન્ડની માગ ના કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
અગાઉ મેટ્રોપોલિટન કોર્ટે 11 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે પોલીસે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જણાવી દઈએ કે, અગાઉ આરોપી મોરિસે (Morris Christian) કોર્ટમાં પોલીસ વિરુદ્ધ જ માર માર્યાની ફરિયાદ કરી હતી. નકલી આર્બિટ્રેટર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડ બાદ તપાસમાં એક પછી એક મસમોટા કૌભાંડ સામે આવ્યા છે. ત્યારે હવે આગળની તપાસમાં પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તેવી ચર્ચા છે.
આ પણ વાંચો - Kutch : ભારત-પાકિસ્તાન બોર્ડર પર મળસ્કે ધરતી ધ્રુજી, જાણો કેન્દ્ર બિંદુ અને તીવ્રતા અંગે