IPS સાથે સંકળાયેલા જતીન શાહ તેમજ સેજલ શાહના ઘરે Paldi Gold Case માં ઈડી કેમ આવી ?
Paldi Gold Case : કરોડો રૂપિયાના સોનાનો જથ્થો, હિરાજડિત દાગીના, લકઝુરિયસ વૉચ અને 1.37 કરોડની રોકડ જપ્તીના કેસમાં હવે ED એ એન્ટ્રી લીધી છે. એટીએસ-ડીઆરઆઈની સયુંક્ત રેડ બાદ આ કેસની તપાસ DRI કરી રહી છે. કબજે લેવાયેલા 88 કિલો ગોલ્ડ બારના જથ્થામાં 52 કિલો Imported Gold નીકળ્યું છે. શેરબજાર ઑપરેટર મહેન્દ્ર શાહ (Stock Market Operator Mahendra Shah) અને પુત્ર મેઘ શાહની સોનાની દાણચોરીના મામલા (Gold Smuggling Case) માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) કાર્યવાહી આરંભી છે. ઈડીએ બે ગત શુક્રવારે અમદાવાદમાં અનેક ઠેકાણે સર્ચ ઑપરેશન હાથ ધરી Paldi Gold Case ના આરોપીઓની ભાળ મેળવવા પ્રયાસ કર્યો હતો. IPS Ravindra Patel સાથે શેરબજારના કૌભાંડમાં જોડાયેલા જતીન મનુભાઈ શાહ સહિત અનેક શખ્સો ED ની ઝપટમાં આવ્યા છે.
Paldi Gold Case માં ડીઆરઆઈની તપાસ કેટલે પહોંચી ?
અમદાવાદના પાલડી મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં તારીખ 17 માર્ચના રોજ બંધ ફલેટમાં ATS-DRI Raid એ દરોડો પાડી કરોડો રૂપિયાનું Gold, રોકડ સહિતનો દલ્લો કબજે લીધો હતો. Paldi Gold Case માં સીધી રીતે સંડોવાયેલા બાપ-બેટા મહેન્દ્ર શાહ અને મેઘ શાહ (Scamster Megh Shah) ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. 88 કિલોથી વધુ કબજે લેવાયેલા Gold Bar પૈકી 52 કિલોના સોનાના બિસ્કીટ Dubai, Australia and Switzerland ના હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 36 કિલો સોનાના બિસ્કીટ સ્થાનિક બુલીયન પાસેથી ખરીદવામાં આવ્યા છે. ડીઆરઆઈએ આ મામલે મહેન્દ્ર શાહની પુત્રી નીલી શેઠ અને ભત્રીજા કેવિન મહેશભાઈ શાહની પ્રાથમિક પૂછપરછ કરી ચૂકી છે. શરૂઆતમાં તપાસમાં સહકાર આપનાર નીલી અને કેવિન શાહે તપાસમાં સહકાર આપવાનું ટાળી દીધું છે. બીજી તરફ તપાસ એજન્સીએ ગોલ્ડ બાર પર રહેલા માર્કના આધારે અમદાવાદના કેટલાંક સોનાના વેપારીઓના ત્યાં સર્ચ તેમજ પૂછપરછ પણ કરી છે. આ ઉપરાંત મળી આવેલા દસ્તાવેજોના આધારે જીતુ થરાદ (Jitu Tharad) સહિતના લોકોની પૂછપરછ કરી ચૂકી છે.
મહેન્દ્ર શાહના બીજા કેસમાં ED આવી
અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite Police Station) ખાતે દિપક ત્રિવેદીએ 18 વર્ષ અગાઉ કરોડોની ઉચાપતની નોંધાવેલી ફરિયાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વર્ષ 2014માં કાર્યવાહી આરંભી હતી. પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અદાલતમાં સેજલ ગોપાલભાઈ શાહ (Sejal Gopalbhai Shah) અને મહેન્દ્ર અમરતલાલ શાહ સામે ફરિયાદ કરી હતી. જો કે, આ મામલામાં ઈડી મંથરગતિએ કાર્યવાહી કરી રહી હતી. માર્ચ મહિનામાં ડીઆરઆઈ ખાતે Paldi Gold Case ની કાર્યવાહી શરૂ થતાં ઈડી અમદાવાદ સક્રિય થઈ છે. ગત શુક્રવારે ED Ahmedabad એ મહેન્દ્ર અને મેઘ શાહના કેસમાં ફેમા હેઠળ અનેક ઠેકાણે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો -Gujarat DGP ના આદેશ બાદ પોલીસને નવો ધંધો મળ્યો, એકને ACBએ લાંચ લેતા પકડ્યો
ED ને 23 લાખ રોકડા અને શંકાસ્પદ દસ્તાવેજો ક્યાંથી મળ્યા ?
ED Ahmedabad ની ટીમોએ ચાર દિવસ અગાઉ મહેન્દ્ર શાહના ખાનપુર સ્થિત આસોપાલવ ફલેટ (Asopalav Flat Khanpur), નવરંગપુરા જૈન દેરાસર પાછળ આવેલા નિરજા એપાર્ટમેન્ટ (Nirja Apartment) અને મીઠાખળી ખાતે આવેલા અચલ એપાર્ટમેન્ટમાં સર્ચ કર્યું હતું. શેરબજારના ખેલાડી અને SEBI ના ચોપડે અનેક કેસ ધરાવતા જતીન મનુભાઈ શાહ (Jatin Manubhai Shah) ના ત્યાં પણ ઈડી પહોંચી હતી. સેજલ શાહના સેટેલાઈટ ખાતે આવેલા નિવાસસ્થાને પણ ઈડીએ મોડી રાત સુધી સર્ચ કર્યું હતું. આ ઉપરાંત મહેન્દ્ર શાહ સાથે સંબંધો વાંધાજનક દસ્તાવેજો અને 23 લાખ રોકડા કયા બેનંબરીના ત્યાંથી મળ્યા છે તેનો ઈડીએ સત્તાવાર રીતે જાહેર કરેલી પ્રેસનોટમાં ઉલ્લેખ કર્યો નથી.
IPS પટેલ સાથે સંકળાયેલો જતીન શાહ કેમ ઝપટમાં આવ્યો ?
દિલ્હી સ્થિત Sadhna Broadcast Ltd ના પ્રમોટરો તેમજ અન્ય કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ તેજી લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરનારો જતીન શાહ ઈડીની ઝપટમાં આવ્યો છે. Jatin Manubhai Shah અને Mahendra Shah બંને શેરબજારના ઑપરેટર છે અને ભૂતકાળમાં સાથે કામ પણ કરી ચૂક્યાં છે. આ કારણોસર ઈડી મહેન્દ્રનો પતો મેળવવા જતીન શાહના ત્યાં પણ પહોંચી હતી. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2022માં અમદાવાદના જતીન મનુભાઈ શાહ, મનિષ મિશ્રા (Manish Mishra) અને પૂરવ ભરતભાઈ પટેલે (Purav Bharatbhai Patel) સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ કંપનીના શેરમાં કૃત્રિમ ઉછાળો લાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં IPS Ravindra Patel ના પત્ની ભૂમિકાબહેને, રવીન્દ્ર પટેલના પિતા અને પૂર્વ IGP D N Patel એ રવીન્દ્ર પટેલના સાળા દર્શ ધીરાભાઈ પટેલે લાખો શેરનું ખરીદ-વેચાણ કર્યું છે.