Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Crime : કારમાં MLA ગુજરાતનું બોર્ડ લગાવી રોફ જમાવતા બે યુવકની સરખેજ પોલીસે ધરપકડ કરી

અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કાંડ બાદ પોલીસે મોડી રાત્રે તપાસ પેજ કરી છે. તેવામાં અમદાવાદ શહેરની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ વગર અથવા તો સગીર વયના બાળકો વાહન ચલાવતા ઝડપાયા છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સરખેજ...
ahmedabad crime   કારમાં mla ગુજરાતનું બોર્ડ લગાવી રોફ જમાવતા બે યુવકની સરખેજ પોલીસે ધરપકડ કરી

અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કાંડ બાદ પોલીસે મોડી રાત્રે તપાસ પેજ કરી છે. તેવામાં અમદાવાદ શહેરની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ વગર અથવા તો સગીર વયના બાળકો વાહન ચલાવતા ઝડપાયા છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સરખેજ પોલીસ સ્ટેશન MLA ગુજરાત લખેલી એક કાર રોકી હતી. વાહન ચેકિંગ દરમિયાન આ કારની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી બે યુવકો નીચે ઉતરીને કહેવા લાગ્યા હતા કે હું ધારાસભ્ય નો છોકરો છું જ્યારે પોલીસે વધુ તપાસ કરતા માત્ર કોઈ કાર રોકે નહીં તે હેતુથી કારમાં આ પ્રકારે MLA ગુજરાતનું બોર્ડ લગાવ્યું હતું.

Advertisement

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર મોડી રાત્રે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં સરખેજ નજીક MLA લખેલી કાર સરખેજ પોલીસે કબજે કરી હતી. અને જેમાંથી વસ્ત્રાલના બે યુવકોની ધરપકડ કરી હતી. ક્રિશ પટેલ અને વિશ્વ પટેલ સેલટોસ કાર લઈને જઈ રહ્યા હતા. જેમાં MLA ગુજરાતનું બોર્ડ લગાવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન પકડ કરવામાં આવી હતી અને સરખેજ પોલીસે જ્યારે તપાસ કરી હતી કે આ બંને યુવકો MLA ના પુત્ર છે કે પછી માત્ર એમ જ આ બોર્ડ લગાવ્યું છે.

Advertisement

સરખેજ પોલીસે હાલ તો બંને યુવકોની ધરપકડ કરી MLA ગુજરાતના હોદ્દાના બોર્ડનો દુરુપયોગ કરી કારમાં રાખ્યું હતું. જેને લઇને પોલીસે IPC કલમ 170 અને જી. પી એક્ટ કલમ 135 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સેલટોસ ગાડી પણ કબજે લેવામાં આવી છે.

Advertisement

અહેવાલ : પ્રદીપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો : Vadodara News : વડોદરાના છાણી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં બે પક્ષો વચ્ચે બબાલ, એકનું મોત

Tags :
Advertisement

.