શેરબજારમાં નફો કમાવવાની લાલચમાં કંપનીના ડાયરેક્ટરનું 1 કરોડનું ફુલેકું ફેરવાયું
- મેહુલ રાવલે એક કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું
- રોકાણમાં 2.5 લાખનો પ્રોફિટ આપવામા આવ્યો હતો
- ઈન્કમટેક્સના 41,74,332.45 રૂપિયા ટેક્ષ પેટે માગ્યા
Ahmedabad Crime Case : Ahmedabad શહેરમાંથી વધુ એક સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનામાં એક Ahmedabad ની ફાર્મા કંપનીના ડાયરેક્ટર ભોગ બન્યો હતો. આ ઘટનામાં ફાર્મા કંપનીના ડાયરેક્ટરે આશરે 1 કરોડથી વધુ રકમ ગુમાવી છે. ત્યારે આ સમગ્ર મામલે ફાર્મા કંપનીના ડાયરેક્ટરે અમાદાવાદમાં આવેલા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બોપલે પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
મેહુલ રાવલે એક કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું
પોલીસના જણાવ્યા અનુસાર, ઓનલાઇન ટ્રે઼ડિંગ અને મોટા નફાની લાલચમાં Ahmedabad ના ફાર્મા કંપનીના ડાયરેકટરે 1.43 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના બોપલમાં રહેતા મેહુલ રાવલે લાલચમાં 1.43 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જેની તપાસ કરતા પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ આરોપીમાંથી ચાર આરોપીના બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થતા હતા, જ્યારે બે આરોપી મિડીએટર તરીકે કામ કરતા હતા.
આ પણ વાંચો: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દલિત સમાજને પેટાચૂંટણી કોંગ્રેસને મત આપવા કર્યું સૂચન
રોકાણમાં 2.5 લાખનો પ્રોફિટ આપવામા આવ્યો હતો
મેહુલ રાવલને વોટ્સએપમાં એક લિંક મળી હતી. જેમા આરોપીએ મોતિલાલ ઓસ્વાલમાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકે રામદેવ અગ્રવાલની ઓળખ આપી હતી. જેમાં શેર બજારમાં રોકાણ કરાવી સારો ફાયદો કરાવવા માટે લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીને મોતીલાલ ઓસ્વાલની ફાયનાન્સ ક્લબ નામના ગૃપમાં એડ કરીને તેમજ અન્ય એક વીઆઇપી સર્વીસ ગૃપની લિંક મોકલી જેમાં તેઓ એડ થતા શેરની ખોટી માહીતી આપવામા આવી હતી. આ ગ્રુપ થકી સારી ટિપ્સ આપી ફરિયાદીને પ્રોફીટ બતાવવામા આવ્યા હતો. જેમાં 10-10 હજારના રોકાણમાં 2800 પ્રોફિટ અને 2 લાખના રોકાણમાં 2.5 લાખનો પ્રોફિટ આપવામા આવ્યો હતો.
ઇન્કમટેક્સના 41,74,332.45 રૂપિયા ટેક્ષ પેટે માગ્યા
ત્યારે મેહુલ રાવલે એક કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું. જેમાં 3.25 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હોવાની ખોટી જાણકારી આપવામાં આવી. પરંતુ આગળ મેહુલ રાવલને આરોપીઓએ 20 ટકા સર્વિસ ટેક્સ અને 15 ટકા શોર્ટ ટર્મ ઇન્કમટેક્સના 41,74,332.45 રૂપિયા ટેક્ષ પેટે માગ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે બોપલ પોલીસમાં મેહુલ રાવલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે એક ટીમ તૈયાર કરીને આરોપીઓ પૈકી સાહીલ ચૌહાણ, ઈલીયાસ પરમાર, ઝુબેર કુરેશી, મોહીલ સુમરા, ગુંજન સરધારા, અને શ્યામાબેન પંચાસરાની ઘરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Bharuch માંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી, અનેક લોકો સાથે આચરી છેતરપિંડી