Ahmedabad: ગેરકાયદ રહેતા લોકો સામે કાર્યવાહી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીની અટકાયત કરી
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદોની તપાસ
- કુલ 104 ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું
- ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 800થી વધારે લોકોની પૂછપરછ
- નાગરિકતાના આધાર પુરાવા મેળવી પૂછપરછ કરાઇ
અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad crime branch) દ્વારા ગેરકાયદેસર રીતે અમદાવાદ (Ahmedabad) માં રહેતા શંકાસ્પદ લોકોની તપાસના અંતે કુલ 104 જેટલા બાંગ્લાદેશી નાગરિક કાયદેસર રીતે અમદાવાદ (Ahmedabad) માં રહેતા હોવાની હકીકત સામે આવી છે. ગઈકાલે સવારે ત્રણ વાગ્યાથી રાત્રિ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી.
104 પૈકી 85 જેટલી મહિલાઓનો સમાવેશ
ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા 800થી વધારે લોકોને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા હતા, જે બાદ તેમની અલગ અલગ ટીમ બનાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જ્યાં તેમના નાગરિકતાના પુરાવા મેળવીને ખરાઈ કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન 104 લોકો પાસેથી તેઓ બાંગ્લાદેશી હોવાની જાણકારી સામે આવી છે. સાથે જ મહત્વની વાત એ છે કે 623 જેટલા લોકો ને તેમના દસ્તાવેજ ની તપાસ કર્યા બાદ ઘરે જવા દેવામાં આવ્યા હતા. કુલ 104 બાંગ્લાદેશી નાગરિકોની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ 104 પૈકી 85 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.
કઈ બોર્ડરથી ગુજરાત અને અમદાવાદ આવ્યા હતા
આ બાંગ્લાદેશી (Illegal Bangladeshi) નાગરિકો પાછલા છ મહિનાથી લઈને દોઢ વર્ષથી વધારે સમયથી અમદાવાદ (Ahmedabad) માં રહેતા હતા. તેમને અમદાવાદમાં લાવવા માટે કોણે મદદ કરી હતી? કયા એજન્ટો સંપર્ક કર્યો હતો? કઈ બોર્ડરથી ગુજરાત અને અમદાવાદ આવ્યા હતા ?ક્યાં ક્યાં તેઓ ફર્યા છે ? કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ?તે તમામ બાબતો અંગે માહિતીની પૂછપરછ કરવામાં આવશે. 104 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન્શન સેન્ટર ખાતે લઈ જવામાં આવશે, જ્યાં તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે.
બાંગ્લાદેશો સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે
જે બાદ તેમને પોતાના દેશ પરત મોકલવા માટેનાં પ્રસ્તાવની પ્રક્રિયા કરવામાં આવશે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ (Home Department) ના રિપોર્ટેશન ઓર્ડરના આધારે તેમને તેમના દેશ પરત મોકલવામાં આવશે. બાંગ્લાદેશીઓ (Illegal Bangladeshi) ની ઓળખ થયા બાદ હજુ પણ કેટલાક શંકાસ્પદ લોકોને તપાસ માટે રાખવામાં આવ્યા છે જેમની વિસ્તાર અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશો સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.
104 બાંગ્લાદેશી નાગરિકો હોવાનું સામે આવ્યું: ભરત પટેલ (ક્રાઈમ બ્રાન્ચ, એસીપી)
આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ (crime branch) એસીપી ભરત પટેલ (ACP Bharat Patel) જણાવ્યું હતું કે, 104 જેટલા બાંગ્લાદેશી નાગરિકો રહેતા હોવાનું જણાઈ આવ્યું છે. તેમજ અન્ય કેટલાક લોકો પોતે પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું જણાવી રહ્યા છે. અથવા તો આજુબાજુના સરહદી જીલ્લાઓમાં રહેતા હોવાનું જણાવી રહ્યા છે. એ બાબતે તેઓની કોમ્યુનિકેશન પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ તેમની પાસે રહેલ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ તેમની ઓળખના અન્ય દસ્તાવેજો બાબતે પણ ખરાઈ કરવાનું હાલ ચાલી રહ્યું છે.
( ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી કરાઈ રહ્યુ છે રિપોર્ટિંગ અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી )