ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : આતંક મચાવી ભય ફેલાવનારા ઇસમોનું જાહેરમાં સરઘસ, બે હાથ જોડીને માફી મગાવી, જુઓ Video

અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો પાઠ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓનું કાઢ્યું સરઘસ આરોપીઓને બે હાથ જોડીને જાહેરમાં મંગાવી માફી આરોપીઓને સાથે રાખીને પોલીસે કર્યું રિ-કન્સ્ટ્રક્શન Ahmedabad : ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) આદેશ બાદ પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ...
08:05 PM Sep 30, 2024 IST | Vipul Sen
  1. અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો પાઠ
  2. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓનું કાઢ્યું સરઘસ
  3. આરોપીઓને બે હાથ જોડીને જાહેરમાં મંગાવી માફી
  4. આરોપીઓને સાથે રાખીને પોલીસે કર્યું રિ-કન્સ્ટ્રક્શન

Ahmedabad : ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) આદેશ બાદ પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઇસમો અને આતંક મચાવનારા અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું છે. ચાણક્યપુરી વિસ્તારમાં અશાંતિ ફેલાવનારા અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ કાઢી બે હાથ જોડીને લોકોની માફી મંગાવી હતી.

આ પણ વાંચો - Ahmedabad : નવરાત્રિ પહેલા અલગ-અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં (Chanakyapuri) આવેલા શિવમ આર્કેડમાં તોડફોડની ઘટના બની હતી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ તોડફોડ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner), ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કડક કાર્યવાહી કરી આરોપીઓને બરોબરનો પાઠ ભણાવ્યો હતો. આરોપીઓને પકડી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરી જાહેરમાં બે હાથ જોડીને લોકોની માફી મગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીઓને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

આ પણ વાંચો - Rajkot Gamezone fire : કલાકોની સુનાવણી બાદ કોર્ટે 4 આરોપીઓને આપ્યો મોટો ઝટકો!

ગૃહ રાજ્યમંત્રીએ પો. કમિશનર, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી નિર્દેશ આપ્યા

સોલા પોલીસ સ્ટેશનમાં (Sola Police Station) ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરી આ પાંચેય આરોપીઓની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યા હતા. જણાવી દઈએ કે, રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હંમેશાં કટિબદ્ધ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં શહેરમાં કાયદા વ્યવસ્થા (Law and Order) અંગે પોલીસ કમિશનર પાસે રિપોર્ટ પાસે માગ્યો હતો અને અસામાજિક તત્વોને તાત્કાલિક ડામવા સૂચના આપી હતી.

આ પણ વાંચો - Adani-Ambuja : Gujarat First નાં ઓપરેશન 'અસુર' માં GPCB નાં રીજનલ મેનેજરનો ચોંકાવનારો ઘટસ્ફોટ!

Tags :
Ahmedabad Crime BranchAhmedabad PoliceAhmedabad Police CommissionerChanakyapuriCrime NewsCriminal activitiesGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati Newslaw and orderMinister of State for Home Harsh SanghviNavratri Festival 2024Sola Police Station
Next Article