Ahmedabad: ગેરકાયદેસર રીતે ધમધમી રહીં હતી ફટાકડાની ફેક્ટરી, SOG એ હાથ ધરી કાર્યવાહી
Ahmedabad: દિવાળી નજીક આવી રહીં છે, જેને લઇને અત્યારે ફટાકડા બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ફટાકડા બનાવવા માટે સરકારની મંજૂરી લેવી ખુબ જ આવશ્યક છે. જો કે, રાજ્યમાં ક્યાંક ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવાની ફેક્ટરીઓ ચાલી રહીં છે. દસ્ક્રોઈ તાલુકાના ચાંદીયલ ગામે ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ધમધમતું હતું. આખરે ગ્રામ્ય પોલીસ SOG એ આ કારખાનું પકડી પાડ્યું છે. ખાસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મહાનનરીક્ષક જે.આર.મોથલીયા , અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના સૂચનથી અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર અત્યત જ્વલનશીલ પદાર્થ ઉત્પાદન/સાંગ્રહ/વેચાણ કરતી ફેક્ટરીઓ તથા ઇસમોનેને શોધી કાઢવા સુચના બાબતે SOG ટીમ પણ સતત કામ કરી રહી હતી.
ગ્રામ્ય પોલીસ આ કારખાનું પકડી પાડ્યું
રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે આપેલ જરૂરી સુચનાથી ટીમને જરૂરી બાતમી હકીકત મળતા ચાંદીયલ ગામની સીમમા આવેલ પ્રનવણભાઈ રામજીભાઈ બ્લોક નંબર 42 વાળી જમીન પર ચચરાગભાઈ રાજેન્રભાઈ પગી રહે. 213 વાઘેલાવાસ બાયડ ચોકડી પાલૈયાએ એકાદ માસથી ભાડેથી જગ્યા રાખી પોતાના કબ્જા વાળી જમીનમાાં પતરાની ઓરડીઓ તથા સેડ બનાવી ગેરકાયદેસર લાયસન્સ કે કોઈ પણ જાતની પરવાના વગર જ્વલનશીલ દારૂખાનું લાવી ફટાકડા બનાવવાની ફેક્ટરી ચલાવતો હોવનું ખૂલ્યું હતું.
01,93,250/ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
આ સાથે તપાસમાં અને તે જગ્યાએ દરોડા કરતા આરોપીની કબજા વાળી જગ્યા ઉપરથી ફટાકડા બનાવવા માટે વપરાત કાચું મટીરીયલ, દારૂખાન, સલ્ફરના કોથળા, દોરાની રિલ, સોડા ખારના કોથળીઓ અને માટીના પાઉડરના કોથળાઓ તેમજ એલ્યું મિનિયમ પાવડરના ડ્રમ તથા અન્ય ચીજવસ્તુંઓ મળી આવી હતી. રૂપિયા 01,93,250/ ની કિંમતનો મુદ્દામાલ સાથે 10 જેટલા મજૂરો રાખી ચાલતી ફેકટરીને સીલ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, લોકો અહીં જીવના જોખમે કામ કરતા હતા. કોઈ આગની ઘટના બને અને સળગી ઉઠે તેવા જ્વલનશીલ પદાર્થ રૂપી દારૂખાનું વપરાતું હોવાથી બેદરકારીભરી રીતે આ કારખાનું ચાલતું હતું.
આ મામલે SOG આગળની કાર્યવાહી હાથ ધરી
નોંધનીય છે કે, કોઈ જાતની ફાયર સેફટી અભાવ હોવાનું પણ સામે આવ્યું હતું. આખી ગેરકાયદેસર જગ્યાનું જ્વલનશીલ પદાર્થો સાથે ભરી રાખી કોઈ પણ પ્રકારનું લાયસન્સ પણ લીધું નહોતું. આ કારખાનાના માલિકે સાથે લાયસન્સ લેવું પણ જરૂરી હોય છે. પરવાનગી વગર ગેરકાયદેસર ફટાકડાના ઉત્પાદન તથા વેચાણ કરતાાં ઈસમોને એસ.ઓ.જી એ પકડી પાડીને, તેમની વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.