Ahmedabad: ડો.બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે આરોપીઓને રજૂ કરતા કોર્ટે પોલીસનો ઉધડો લીધો
- ક્રાઈમ બ્રાન્ચ (crime branch)દ્વારા આરોપીઓની ધરપકડ કરી આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
- આરોપી વતી કોઈ વકીલ હાજર ન હોવાને કારણે સુનાવણીમાં વિલંબ થવાથી કોર્ટ નારાજ
- આગામી મુદતે આરોપીઓનાં ફિટનેસ સર્ટિફિકેટ સાથે રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો
Ahmedabadમાં ડો. બાબા સાહેબ (Dr. Babasaheb Ambedkar)ની પ્રતિમા ખંડિત કરવા મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ (crime branch) દ્વારા આરોપીઓની ધરપકડ કરી આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમાં પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. ત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસને કોર્ટે ફટકાર લગાવી છે.
આરોપી વતી કોઈ વકીલ હાજર ન હોવાને કારણે સુનાવણીમાં વિલંબ થવાથી કોર્ટ નારાજ
ઉલ્લેખનીય છે કે આરોપી વતી કોઈ વકીલ હાજર ન હોવાને કારણે સુનાવણીમાં વિલંબ થવાથી કોર્ટ નારાજ થઇ હતી. જેમાં કોર્ટે જણાવ્યું હતુ કે તમામ આરોપીઓને પોતાનો પક્ષ મૂકવાનો અબાધિત અધિકાર છે. જ્યારે કોઈ વકીલ ન હોય ત્યારે સ્ટેટ લીગલ સર્વિસમાં જાણ કરવાની હોય છે. જેમાં આરોપીઓ વતી કોઈ વકીલ કેસ લડવા તૈયાર ન થતાં હોવાની પોલીસની રજૂઆત હતી. તેમાં કોર્ટના આદેશ બાદ સેશન્સ કોર્ટ પેનલ એડવોકેટ દ્વારા આરોપીનો પક્ષ રજૂ કરાયો હતો. જેમાં આગામી સમયમાં આ પ્રકારે ન થાય તે અંગે આયોજન કરવા પણ કોર્ટે ટકોર કરી છે. તથા કોર્ટે આરોપીનાં સ્વસ્થ્ય અંગે નોંધ લીધી હતી. તેમજ આગામી મુદતે આરોપીઓનાં ફિટનેસ સર્ટિફિકેટ સાથે રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. તથા
કોર્ટે આરોપીના 29 તારીખ 12 વાગ્યાનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો: Gujarat: જેટલા હસમુખભાઈ હોય તેમને શોધી ભરતી પ્રક્રિયામાં લગાડો - CM Bhupendra Patel
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો
ઉલ્લેખનીય છે કે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar)ની પ્રતિમાને નુકસાન પહોંચાડતા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. હવે આ મામલે પોલીસે બે ઓરોપીઓની ધરપકડ કરી છે. બે સમાજ વચ્ચે ચાલતી તકરારની અદાવતમાં ડો. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (crime branch) ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી
પ્રતિમા ખંડિત કરવા માટે એક્ટિવા પર ચાર લોકો આવ્યા હતા. હાલ, અન્ય આરોપીઓ અને આરોપીઓને આશ્રય આપનાર જયેશ ઠાકોરની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (crime branch)ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: ISKCON મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ મામલે યુવતીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન