ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ભ્રષ્ટાચારીઓ સુધરી જજો, Ahmedabad CP એ પોલીસવાળા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાવ્યો

Ahmedabad CP : અમદાવાદ શહેર જ નહીં પરંતુ રાજ્યભરમાં ફેલાઈ ચૂકેલા સ્પાના ધંધા પોલીસ તેમજ કેટલાંક તોડબાજ મીડિયાવાળાઓ માટે આવકનું એક મોટું સાધન બની ગયા છે. આજની તારીખે અમદાવાદ શહેર અને આસપાસ ગણ્યાં ગણાય નહીં એટલાં Spa Center ફૂટી નીકળ્યા...
07:19 PM Apr 24, 2025 IST | Bankim Patel
Ahmedabad CP : અમદાવાદ શહેર જ નહીં પરંતુ રાજ્યભરમાં ફેલાઈ ચૂકેલા સ્પાના ધંધા પોલીસ તેમજ કેટલાંક તોડબાજ મીડિયાવાળાઓ માટે આવકનું એક મોટું સાધન બની ગયા છે. આજની તારીખે અમદાવાદ શહેર અને આસપાસ ગણ્યાં ગણાય નહીં એટલાં Spa Center ફૂટી નીકળ્યા...
featuredImage featuredImage

Ahmedabad CP : અમદાવાદ શહેર જ નહીં પરંતુ રાજ્યભરમાં ફેલાઈ ચૂકેલા સ્પાના ધંધા પોલીસ તેમજ કેટલાંક તોડબાજ મીડિયાવાળાઓ માટે આવકનું એક મોટું સાધન બની ગયા છે. આજની તારીખે અમદાવાદ શહેર અને આસપાસ ગણ્યાં ગણાય નહીં એટલાં Spa Center ફૂટી નીકળ્યા છે. મોટાભાગના સ્પા સેન્ટરોમાં ખોટા ધંધા ચાલતા હોવાથી ભ્રષ્ટ પોલીસવાળાઓને મજા પડી ગઈ છે અને તેમાંય ખાસ કરીને મહિલા ક્રાઈમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસને. તોડબાજ પોલીસવાળાઓ પૈકી એક પોલીસવાળા સામે આકરા થયેલા Ahmedabad CP જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે અપ્રમાણસર મિલકતનો કેસ (DA Case) નોંધવા મંજૂરી આપતા શહેર પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેર પોલીસના ઇતિહાસમાં DA Case નોંધ્યો હોય તેવો કદાચ આ પ્રથમ કેસ છે.

 

AHTU માંથી કેમ થઈ હતી હેડ કૉન્સ્ટેબલની બદલી ?

સપ્ટેમ્બર-2023માં સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પર સ્પા માલિકે યુવતીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. સ્પા સેન્ટરની બહાર બનેલી ઘટના ન્યૂઝ ચેનલો અને અખબારોમાં છવાઈ જતાં ગુજરાત સરકાર (Gujarat Government) હરકતમાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર G S Malik એ કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપતા આરોપીની ધરપકડ બાદ સ્પા સેન્ટરો પર પોલીસે તવાઈ બોલાવી હતી. 350 સ્પા સેન્ટરો પૈકી 24 સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સ્પા સંચાલકો સાથે મીલીભગત ધરાવતા મહિલા ક્રાઈમ બ્રાંચના AHTU ના બે પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે Ahmedabad CP  એ કે કંપનીમાં ધકેલી દીધા હતાં. જેમાંનો એક હેડ કૉન્સ્ટેબલ વિજય જયરામભાઈ માળી (HC Vijay Mali) હતો.

આ પણ  વાંચો -રાજ્યભરમાં ફેલાયેલું ગન લાયસન્સ કૌભાંડ કોની-કોની લડાઈના કારણે Gujarat Police પાસે ખુલ્લું પડ્યું ?

કે કંપનીમાં બદલી થવા છતાં વિજયના સુધર્યો

વિજય માળીની પોલીસ હેડ ક્વાટર ખાતે કેદી જાપ્તા પાર્ટી (K Company) માં તાત્કાલિક બદલી કરી દેવાઈ હતી. કે કંપનીમાં ફરજ દરમિયાન પણ વિજય માળી અમદાવાદ શહેરના અનેક સ્પા સંચાલકોનું નાક દબાવી તોડ કરતો હતો. વિજય માળીએ જૂન-2024માં નવરંગપુરા ખાતેના એક સ્પા સેન્ટરમાં દારૂ પીને મારામારી કરી હોવાનો પણ આરોપ લાગ્યો હતો. આ મામલે સ્પા સંચાલક રોહિતે ડરના માર્યા પોલીસ કાર્યવાહીમાં સાથ આપ્યો ન હતો. પશ્ચિમ અમદાવાદના એક અન્ય સ્પા સંચાલકે પણ વિજય માળી સામે થાઈલેન્ડની એર ટિકિટ માટે રૂપિયા માગ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આરોપોની ખરાઈ કરવા આ DCP Cyber Cell Ahmedabad ને પોલીસ કમિશનર મલિકે તપાસ સોંપી હતી. વિજય માળી ભ્રષ્ટાચારના રૂપિયા ડિજિટલ પેમેન્ટ થકી લેતો પણ ડરતો ન હતો. પ્રાથમિક તપાસમાં આરોપો સાચા હોવાનું સાબિત થતાં Ahmedabad CP એ હેડ કૉન્સ્ટેબલ વિજય માળીની અમદાવાદ શહેરથી દૂરના જિલ્લામાં બદલી કરવા Gujarat DGP ને પત્ર લખ્યો હતો. જેના આધારે ડીજીપી Vikas Sahay એ વિજય માળીની સજાના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી દીધી હતી.

આ પણ  વાંચો -Jitu Tharad : પાલડી ગૉલ્ડ કેસમાં બુકી જીતુ થરાદની ઑફિસમાં DRI એ કેમ સર્ચ કર્યું ?

Ahmedabad CP એ લીધો આકરો નિર્ણય

અમદાવાદ પોલીસ કમિશનર G S Malik એ લીધેલા નિર્ણયના પગલે શહેર પોલીસ દળ ફરજ બજાવતા બદમાશ પોલીસ કર્મચારીઓ/અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.  ભ્રષ્ટાચારને આદત બનાવી લેનારા હેડ કૉન્સ્ટેબલ વિજય માળીએ કે કંપનીમાં ફરજ દરમિયાન તોડબાજી ચાલુ રાખી હતી. આ માહિતી પોલીસ કમિશનર મલિકના ધ્યાને આવતા તેમણે તેની જિલ્લા ટ્રાન્સફર ઉપરાંત અપ્રમાણસર મિલકતની તપાસ કરવા અમદાવાદના બી ડિવિઝન એસીપી એચ. એમ. કણસાગરા (ACP H M Kansagra) ને આદેશ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિક (Gyanender Singh Malik) અને એસીપી કણસાગરા અગાઉ Gujarat ACB માં ફરજ બજાવી ચૂક્યાં છે અને બંને અધિકારીઓ DA Case ની તપાસ અને કાર્યવાહીથી વાકેફ છે. આ જ કારણોસર અમદાવાદ પોલીસના ભ્રષ્ટાચારી પોલીસ કર્મચારી/અધિકારીઓને ચેતવણી આપવા શહેરમાં જ ડીએસ કેસ નોંધવામાં આવ્યો છે.

 

ભ્રષ્ટ પોલીસવાળાની કેટલી મિલકત મળી ?

રાણીપ પોલીસ મથક (Ranip Police Station) ખાતે વિજય માળી સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ એસીપી એચ. એમ. કણસાગરાએ નોંધાવી છે. હેડ કૉન્સ્ટેબલ વિજય માળીને અટકમાં લઈને તપાસ અધિકારી એસીપી ડી. વી. રાણા (D V Rana ACP) એ આક્ષેપિતનું નિવેદન નોંધવા પૂછપરછ કરી છે. આ ઉપરાંત આક્ષેપિત અને તેના પરિવારના બેંક લૉકરોની પણ માહિતી એકઠી કરવા કાર્યવાહી આરંભી છે.

Tags :
ACP H M KansagraAhmedabad CPBankim PatelD V Rana ACPDCP Cyber Cell AhmedabadG.S. MalikGujarat ACBGujarat DGPGujarat FirstGujarat GovernmentGyanender Singh MalikHC Vijay MaliVIKAS SAHAY