Ahmedabad : વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાના મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા
- આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવાઇ
- 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવાઇ છે
- ક્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન લાગી હતી કામે
Ahmedabad : વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાના મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવાઇ છે. તેમાં 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવાઇ છે. ક્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન કામે લાગી હતી. તથા 500 ટનની બે અને 130 ટનની એક ક્રેન પણ લાગી હતી. ક્રેન પડવાથી રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. હવે રેલવે વિભાગે પાટાનું સમારકામ શરૂ કર્યુ છે.
આજે બપોર સુધીમાં તમામ ટ્રેન રાબેતા મુજબ કાર્યરત થશે
આજે બપોર સુધીમાં તમામ ટ્રેન રાબેતા મુજબ કાર્યરત થશે. દુર્ઘટનાના કારણે 25થી વધુ ટ્રેન રદ કરતા લોકોને હાલાકી પડી છે. જેમાં 15 ટ્રેન આંશિક રદ, 5 ટ્રેન રિશિડ્યુલ, 6 ટ્રેન ડાયવર્ટ કરાઈ હતી. વટવાના રિંગરોડ પાસેના બ્રિજની બાજુમાં કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી. તેમાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. તથા સદનસીબે ક્રેન તૂટવાની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન ટ્રેક લોન્ચર તૂટી પડવાના કારણે 25 ટ્રેન રદ કરવામાં આવી હતી. ક્રેન સીધી રેલવે ટ્રેક પર પડતાં રેલ વ્યવહારને અસર પહોંચી હતી. તેમજ રેલવે પોલીસે અને બુલેટ ટ્રેન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તથા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.
બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે
રાત્રે લગભગ 11વાગ્યે, વટવા (અમદાવાદ નજીક) ખાતે વાયડક્ટ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી કોંક્રિટ ગર્ડર્સનું લોન્ચિંગ પૂર્ણ કરીને પરત ફરી રહી હતી. ભૂલથી લોન્ચિંગ ગેન્ટ્રી તેની જગ્યાએથી લપસી ગઈ. આના કારણે નજીકની રેલવે લાઇનને અસર થઈ છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. નિર્માણાધીન માળખાને કોઈ નુકસાન થયું નથી. બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અસારવા બ્રિજ 22 ફેબ્રુઆરીથી એક મહિના માટે બંધ
અસારવા બ્રિજ 22 ફેબ્રુઆરીથી એક મહિના માટે બંધ છે. તેમજ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, અને પ્રેમ દરવાજાથી આવતા લોકો ઈદગાહ સર્કલ અને ઈદગાહ બ્રિજ તરફ જઈ શકશે. ગિરધર નગર સર્કલ પર થઈ અસારવા ક્રોસિંગથી જમણી બાજુ વળી શકશે. તથા સરસપુર, ગોમતીનગર અને બાપુનગર તરફથી આવતા લોકો અસારવા બ્રિજની નીચે થઈ સિવિલ હોસ્પિટલ અથવા ગિરધર નગર સર્કલ તરફ જઈ શકશે.
આ પણ વાંચો: Rashifal 25 march 2025 : આજે વસુમતી યોગથી આ રાશિઓને મળી રહ્યો છે લાભ