Ahmedabad : રિવરફ્રન્ટ ગાર્ડનની મુલાકાત લેતા પહેલા વાંચી લો આ સમાચાર, ફીમાં થયો આટલો વધારો!
- Ahmedabad માં રિવરફ્રન્ટ ગાર્ડનની ફીમાં વધારો કરાયો
- રિવરફ્રન્ટ ગાર્ડનની ફી ડબલ કરવામાં આવી
- 12 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે રૂ. 20 ટિકિટ કરાઈ
Ahmedabad નાં નાગરિકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. રિવરફ્રન્ટ ગાર્ડનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, રિવરફ્રન્ટ ગાર્ડનની (Riverfront Garden) ફી ડબલ કરી દેવામાં આવી છે. 12 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે હવે રૂ. 20 ટિકિટ કરાઈ છે. જ્યારે અગાઉ 12 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે આ ટિકિટ દર રૂ.10 હતી.
આ પણ વાંચો - ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ : CM ભૂપેન્દ્ર પટેલ
12 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે ટિકિટ દર રૂ. 20 કરાયા
અમદાવાદનાં (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે આવેલા ગાર્ડનમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નાગરિકો મુલાકાત લેતા હોય છે અને પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવે છે. પરંતુ, હવે ગાર્ડનની મુલાકાત લેવી મોંઘી થશે. કારણ કે, રિવરફ્રન્ટ ગાર્ડનની ફીમાં (Riverfront Garden Fee) વધારો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, રિવરફ્રન્ટ ગાર્ડનની ફી ડબલ કરી દેવામાં આવી છે. 12 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે ટિકિટ દર રૂ. 20 કરવામાં આવ્યા છે. જ્યારે અગાઉ આ ફી રૂ. 10 જ હતી.
આ પણ વાંચો - Bharuch : અંકલેશ્વરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે પોલીસ કમિશનરના ચોંકાવનારા ખુલાસા!
12 વર્ષથી નીચેની વ્યક્તિ માટે ટિકિટ ફી રૂ. 10 કરાઈ
ઉપરાંત, રિવરફ્રન્ટ ગાર્ડનમાં આવતી 12 વર્ષથી નીચેની વ્યક્તિ માટે ટિકિટનાં દર રૂ. 10 કરવામાં આવ્યા છે, જે અગાઉ રૂ. 5 હતા. માહિતી મુજબ, અમદાવાદનાં રિવરફ્રન્ટ (Riverfront Garden) પર આવેલ તમામ 4 ગાર્ડનમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. આથી, હવે રિવરફ્રન્ટ પર ગાર્ડનની મુલાકાત લેવી નાગરિકો માટે મોંઘી બની શકે છે.
આ પણ વાંચો - Banaskantha : આ ગેનીબેન ઠાકોરનાં વર્ચસ્વની લડાઈ છે : સુભાષિની યાદવ