AHMEDABAD: ડેપ્યુટી મેયર માટે 32 લાખ રૂપિયાના ખર્ચે બાથરૂમ બનાવાયું, 3 લાખ રૂપિયા પડદા
- કોર્પોરેશનના નેતાઓનું જનતાના પૈસે તાગડધિન્ના
- 34 લાખ રૂપિયાના ખર્ચે તો માત્ર ટાઇલ્સ બદલવામાં આવી
- નવા પડદાની કિંમત 1.05 લાખ અને જુના કાઢવા માટેનો ખર્ચ 1.04 લાખ
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ડેપ્યુટી મેયરના બંગ્લાનું બાથરૂમ રિનોવેશન પાછળ 32.22 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. હાલમાં જ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડામાં આ ચોંકાવનારું તથ્ય સામે આવ્યું હતું. જેમાં લો ગાર્ડન વિસ્તારમાં આવેલા બંગ્લો નંબર 5 માં બાથરૂમ રિનોવેટ કરવા માટે 32.22 લાખ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો.
લો ગાર્ડનમાં આવેલો છે બંગલો નંબર 5
અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અનુસાર કોર્પોરેશનના પદાધિકારીઓને અમદાવાદના પોશ ગણાતા વિસ્તાર લો ગાર્ડન ખાતે અધિકારીક આવાસ ફાળવવામાં આવે છે. જ્યારે પણ ટર્મ પૂર્ણ થાય ત્યાર બાદ બંગલા ફરીથી રિનોવેટ કરીને નવા પદાધિકારીને સોંપવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : IFFCO બાદ Gujcomasol માસોલ મામલે હલચલ, દિલીપ સંઘાણી ફરી બળવો કરશે?
કમિશ્નર કોઇ પરવાનગી વગર કરી શકે છે 30 લાખનો ખર્ચ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (GPMC) ની કલમ 73 (ડી) અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરને 30 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવા માટેની કોઇ પણ પ્રકારની એપ્રુવલ વગર જ છુટછાટ અપાય છે.30 લાખ સુધીના ખર્ચ માટે સ્ટેન્ડિંગ કમિટી પાસે પરવાનગી લેવી પડતી નથી. પરંતુ જ્યારે કામ પૂર્ણ થાય ત્યારે તે કામ પાછળ ખર્ચ થયેલી રકમનો હિસાબ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવાનો હોય છે.
ટાઇલ્સ બદલવા માટે 24 લાખ રૂપિયાનો ખર્ચો
એએમસીના સુત્રો અનુસાર 10 એપ્રીલે ચાર અલગ અલગ પ્રપોઝલને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 2.49 લાખ રૂપિયા બાથરૂમના રિકન્સ્ટ્રક્શન માટે મંજુર કરવામાં આવ્યા હતા. 24.86 લાખ રૂપિયા ટોયલેટના ગ્રાઉન્ડ ફ્લોરના રિનોવેશન માટે અપાયા હતા. 2.4 લાખ રૂપિયા ગ્રાઉન્ડ ફ્લોરના બાથરૂમના પરચૂરણ સમારકામ માટે ફાળવવામાં આવ્યા હતા. આ તમામ કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને ફાળવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : રશિયાએ તૈયાર કરી Cancer ની વેક્સિન, જાણો ક્યારથી મળી શકશે આ રસી
1 લાખ રૂપિયાના નવા પડદા, જુના કાઢવા માટે 1 લાખનો ખર્ચ
આ ઉપરાંત બંગ્લોમાં 1.05 લાખ રૂપિયા તો પડદા પાછળ ખર્ચવામાં આવ્યા હતા. આ ઉપરાંત જુના પડદા બદલવા માટેની મજુરી પેટે પણ 1.04 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાં ડ્રોઇંગરૂમ, કિચન અને અન્ય પડદાઓનો સમાવેશ થાય છે.
મેયર પણ રેસમાં આગળ, 2 કરોડના ખર્ચે રિનોવેશન
જો કે ચોંકાવનારી બાબત છે કે, આ રેસમાં મેયર પણ પાછળ રહ્યા નહોતા. તેમણે પણ 2 કરોડ રૂપિયાના ખર્ચે પોતાનો બંગલો રિનોવેટ કરાવી લીધો હતો. આ રિનોવેશન માટે કોઇ નવું ટેન્ડર મંગાવવામાં આવ્યું નહોતું. 1 કરોડ રૂપિયામાં અપાયેલું ટેન્ડર કામ પૂર્ણ થતા સુધીમાં 1.8 કરોડ રૂપિયામાં પૂર્ણ થયું હતું.
આ પણ વાંચો : Vadodara મ્યુનિસિપલ કોર્પોરેશનની અનોખી સ્કીમ, એક જ દિવસમાં પૈસા ડબલ !