ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : શહેરમાં વધુ એક HIT and RUN, બેફામ આવતા કારચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા મોત

Ahmedabad માં વધુ એક HIT and RUN જીવરાજ બ્રિજ નજીક રસ્તે ચાલતા યુવકને કારચાલકે અડફેટે લીધો અકસ્માતમાં રાજેન્દ્ર પારગી નામનાં યુવકનું મોત થયું અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો અમદાવાદમાં (Ahmedabad) વધુ એક હિટ એન્ડ રનની (HIT and RUN)...
10:01 AM Oct 12, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. Ahmedabad માં વધુ એક HIT and RUN
  2. જીવરાજ બ્રિજ નજીક રસ્તે ચાલતા યુવકને કારચાલકે અડફેટે લીધો
  3. અકસ્માતમાં રાજેન્દ્ર પારગી નામનાં યુવકનું મોત થયું
  4. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક હિટ એન્ડ રનની (HIT and RUN) ઘટના બની છે. જીવરાજ બ્રિજ નજીક રસ્તે ચાલતા યુવકને એક પૂરઝડપે આવતા કારચાલકે અડફેટે લીધો હતો. આ અક્સમાતમાં ગંભીર ઇજાઓથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થયો હતો. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : રૂપાલ ગામે ઐતિહાસિક પલ્લી યાત્રા સંપન્ન, 5 હજાર વર્ષથી ચાલી રહી છે અવિરત પરંપરા, જુઓ Video

પૂરઝડપે આવતા કારચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા મોત

અમદાવાદમાં (Ahmedabad) દશેરાના દિવસે હિટ એન્ડ રનની ગોઝારી ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, જીવરાજ બ્રિજ (Jivraj Bridge) નજીક રસ્તે ચાલતા એક યુવકને પૂરઝડપે બેફામ આવતા કારચાલકે અડફેટે લીધો હતો. આથી, યુવક હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે.

આ પણ વાંચો - Jamnagar Royal Family: જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ જાહેર કર્યો વારસદાર, ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને સોંપાયો વારસો

અકસ્માત સર્જી કારચાલક ફરાર

બીજી તરફ ગોઝારો અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ, મૃતકની ઓળખ રાજેન્દ્ર પારગી તરીકે થઈ છે. પોલીસે (Ahmedabad Police) ફરાર અજાણ્યા કારચાલકની સામે ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Aravalli: નકલી પત્રકારે તબીબ પાસે માંગ્યા રૂપિયા! લોકોએ ચખાડ્યો મેથીપાક, વાંચો અહેવાલ

Tags :
Ahmedabaddussehra 2024Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newshit and runJivraj BridgeLatest Gujarati Newsroad accident
Next Article