Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : અસારવાની મિલનાં કમ્પાઉન્ડમાં ગોઝારો અકસ્માત, શ્રમિકનું મોત

અસારવા મિલનાં કમ્પાઉન્ડમાં અકસ્માતમાં શ્રમિકનું મોત (Ahmedabad) લોડર મશીનની અડફેટે આવતા 20 વર્ષીય સંજય કટારાનું મોત લોડર મશીન રિવર્સ લેતા સમયે બની ઘટના અક્સ્માત સર્જી લોડર મશીનનો ચાલક ચંદ્રપાલ ફરાર થયો અમદાવાદનાં (Ahmedabad) અસારવા વિસ્તારમાં આવેલી એક મિલનાં કમ્પાઉન્ડમાં...
ahmedabad   અસારવાની મિલનાં કમ્પાઉન્ડમાં ગોઝારો અકસ્માત  શ્રમિકનું મોત
  1. અસારવા મિલનાં કમ્પાઉન્ડમાં અકસ્માતમાં શ્રમિકનું મોત (Ahmedabad)
  2. લોડર મશીનની અડફેટે આવતા 20 વર્ષીય સંજય કટારાનું મોત
  3. લોડર મશીન રિવર્સ લેતા સમયે બની ઘટના
  4. અક્સ્માત સર્જી લોડર મશીનનો ચાલક ચંદ્રપાલ ફરાર થયો

અમદાવાદનાં (Ahmedabad) અસારવા વિસ્તારમાં આવેલી એક મિલનાં કમ્પાઉન્ડમાં લોડર મશીનની અડફેટે આવતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે. લોડર મશીન રિવર્સ લેતા સમયે આ ગોઝારી ઘટના બની હોવાનું હાલ જાણવા મળ્યું છે. જો કે, અકસ્માતમાં શ્રમિકનું મોત નીપજતાં લોડર મશીનનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : "લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોનો ખાતમો અનિવાર્ય" - રાજ શેખાવત

Advertisement

લોડર મશીન રિવર્સ લેતા સમયે બની ઘટના

અમદાવાદમાં (Ahmedabad) અસારવા વિસ્તારમાં આવેલી એક મિલમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, અસારવાની (Asarwa) મિલના કમ્પાઉન્ડમાં લોડર મશીનનાં ચાલકે એક શ્રમિકને અડફેટે લીધો હતો. લોડર મશીન રિવર્સ લેતી વેળાએ પાછળ ઊભેલા શ્રમિકને ચાલકે ટક્કર મારી હતી. આથી, શ્રમિક નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - Short Film Festival કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ Film અને Web Series બાબતે કરી આ ખાસ વાત

Advertisement

20 વર્ષીય સંજય કટારા નામના યુવકનું મોત

આ અકસ્માતને પગલે કમ્પાઉન્ડમાં હાજર અન્ય શ્રમિક અને અધિકારીઓ ભેગા થયા હતા. જ્યારે અક્સમાત સર્જીને લોડર મશીનનો (Loader Machine) ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતક શ્રમિકની ઓળખ 20 વર્ષીય સંજય કટારા તરીકે થઈ છે. જ્યારે લોડર મશીન ચાલકની ઓળખ ચંદ્રપાલ તરીકે થઈ છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી માવઠા સાથે વાવાઝોડાની આગાહી આપી

Tags :
Advertisement

.