Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Accident : તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશે જામીન અરજી દાખલ કરી, આ મુદ્દાઓ અંગે કરી રજૂઆત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાવામાં આવી છે. આરોપી તથ્ય પટેલે 19 જુલાઈના રોજ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારી 10 વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. જેના એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ આજે 1700...
ahmedabad accident   તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશે જામીન અરજી દાખલ કરી  આ મુદ્દાઓ અંગે કરી રજૂઆત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાવામાં આવી છે. આરોપી તથ્ય પટેલે 19 જુલાઈના રોજ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારી 10 વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. જેના એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ આજે 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી શકે છે. આ કેસમાં કલમ 308નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

Advertisement

ત્યારે મહત્વનું છે કે, આરોપી પ્રજ્ઞેશ પટેલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જમીન માટે અરજી કરી છે જે અરજી પણ અગામી 28 જુલાઈના રોજ સુનાવણી કરવામાં આવશે. આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈધે પણ પહેલા પિતા પ્રજ્ઞેશ પટેલ જામીન માટે અરજી મૂકવાની વાત જણાવી હતી.

આ મુદ્દાઓને લઈને રજુઆતો થશે

લોકોને ધમકાવવા બદલ પોલીસે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પુત્રના રિમાન્ડ માંગતી વખતે જ પ્રજ્ઞેશ પટેલને પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઉપસ્થિત કરાયા હતા. જો કે તેમણે તે વખતે જામીન અરજી કરી નહોતી. આરોપી પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં તેની સામે લેન્ડગ્રેબિંગ, ધાકધમકી, ગેગરેંપ સહિતની ફરિયાદ પોલીસે ચોપડે નોંધયેલી છે. હાલ આ મામલાને લઈને પણ કોર્ટે આરોપીને જામીન આપવી કે નહીં તે બાબતે નિર્ણય કરવામાં આવશે.

Advertisement

આરોપીઓ વિરુદ્ધ આ કલમો નોંધાઈ

ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વી.બી.દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 આ ઉપરાંત માનવવધ કલમ 304 અને 279 બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ 184 ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને એમાં કોઈનું મોત નીપજતાં કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : AHMEDABAD ISCON BRIDGE ACCIDENT: તથ્ય વિરુદ્ધ 1700 પાનની ચાર્જશીટ તૈયાર, 50થી વધારે લોકોના લેવાયા નિવેદન

Tags :
Advertisement

.