Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ ટીમની રચના, એક સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરશે
અમદાવાદના ઈસ્કોન બ્માંરિજ અકસ્માતમાં 9 નિર્દોષોના મૃત્યુ થયાં બાદ આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકોએ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની ધોલાઈ કરી હતી જે બાદ તેને સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. અહીં તેની સારવાર પૂર્ણ થયાં બાદ પોલીસે તેનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 1 DCP, 1 ACP અને 5 PI નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ટીમ દ્વારા એક અઠવાડિયા માં ચાર્જશીટ રજૂ કરાશે.
Iscon Bridge Accident: નાણાં અને નશાના મદમાં ધરતીનો બોજ છે હત્યારો @AhmedabadPolice @GujaratPolice @sanghaviharsh@CMOGuj @dgpgujarat #AhmedabadNews #iskonbridge #Accident #accidentnews #civilhospital #deaths #tathyapatel #pragneshpatel #gujaratfirst pic.twitter.com/3BuP4jajgh
— Gujarat First (@GujaratFirst) July 21, 2023
મહત્વનું છે કે, આ કેસમાં સામે આવતી જાણકારી અનુસાર નબીરા તથ્ય પટેલે સ્વીકાર્યું હતું કે, તેની સ્પીડ 120 ઉપર હતી અને જેગુઆર કારમાં પાંચ સીટીંગ હોવા છતાં ગાડીમાં 6 લોકો બેઠા હતા.
જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગઈ કાલ રાત્રે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. રિકનસ્ટ્ર્કશનને લઇને આરોપી તથ્ય અને તેના પિતાને ઘટનાસ્થળ પર લઇ જવામાં આવ્યા હતા. ઘટના કેટલા વાગ્યે ઘટી, કારની સ્પીડ કેટલી હતી, ઘટનાસ્થળ પર કેટલા લોકો હતા, ટોળુ કઇ જગ્યાએ હતું અને થાર ગાડી કઇ જગ્યાએ હતી વગેરે તમામ બાબતોને રિકન્સ્ટ્રક્શનમાં આવરી લેવાઇ હતી.
Ahmedabad Isckon Bridge Accident કેસમાં ઘટના સ્થળે પિતા પુત્રને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું@AhmedabadPolice @GujaratPolice @sanghaviharsh@CMOGuj @dgpgujarat #AhmedabadNews #iskonbridge #Accident #accidentnews #civilhospital #deaths #tathyapatel #pragneshpatel… pic.twitter.com/LeOgZ0nePR
— Gujarat First (@GujaratFirst) July 20, 2023
તે બાદ પિતા-પુત્રએ મીડિયાના કેમેરા સામે મૃતકોના પરિવારજનોની માફી માંગી હતી.સાથે જ બન્નેએ કેમેરા સામે ઉઠક-બેઠક કરી હતી. મહત્વપૂર્ણ વાત એ હતી કે એકાદ કલાક પહેલાજ તથ્યએ કહ્યું હતું કે થાય એ કરી લો. રિકન્સ્ટ્રકશનની ઘટના બાદ પોલીસે મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે, FSL અધિકારીની વિઝિટ થઈ તેનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવશે તેના આધારે ચાર્જશીટમાં ગુનાની ગંભીરતા લેશું. આ કેસની ગંભીરતાને લઈ નાનામાં નાની બાબત ચકાસીને કેસની તપાસ કરીશુ.
ઇસ્કોન બ્રિજ પર ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું: નીતા દેસાઈ
પિતા પુત્રને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું: નીતા દેસાઈ
"આરોપીને દુર્ઘટનાની ગંભીરતા જ નથી"
"FSL રિપોર્ટ 2-3 દિવસમાં આવશે"@AhmedabadPolice @GujaratPolice @sanghaviharsh@CMOGuj @dgpgujarat #AhmedabadNews #iskonbridge… pic.twitter.com/DQTTsyAbw8— Gujarat First (@GujaratFirst) July 20, 2023
ફરિયાદી બન્યા પોલીસ ઇન્સ્પેકટર
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત ( ISKCON Bridge Accident) કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ટ્રાફિક શાખામાં પોલીસ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા છે. તથ્ય પટેલ જેગુઆર કાર પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને 9 જેટલા લોકોને 120 ફૂટ જેટલા ઢસડયા હતા. જ્યારે અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે.
આ પણ વાંચો : તથ્ય અને તેના પિતાને સાથે રાખીને અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રકશન,પિતા-પુત્રએ હાથ જોડી માંગી માફી