Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : તંત્ર અને કોન્ટ્રાક્ટરનાં પાપે 3 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો! પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ

Ahmedabad નાં વટવામાં 3 વર્ષની બાળકીનું મોત 10 ફૂટ ઊંડા ખાડામાં પડી જવાથી બાળકીનું મોત થયું ગટરનું ખોદકામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું AMC, કોન્ટ્રાક્ટર અને વટવા પોલીસ સામે ગંભીર આક્ષેપ અનેકવાર રજૂઆત છતાં ખાડો પૂરવામાં આવ્યો નહોતો :...
ahmedabad   તંત્ર અને કોન્ટ્રાક્ટરનાં પાપે 3 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો  પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ
  1. Ahmedabad નાં વટવામાં 3 વર્ષની બાળકીનું મોત
  2. 10 ફૂટ ઊંડા ખાડામાં પડી જવાથી બાળકીનું મોત થયું
  3. ગટરનું ખોદકામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું
  4. AMC, કોન્ટ્રાક્ટર અને વટવા પોલીસ સામે ગંભીર આક્ષેપ
  5. અનેકવાર રજૂઆત છતાં ખાડો પૂરવામાં આવ્યો નહોતો : પીડિત પરિવાર

અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં તંત્રનાં પાપે એક ત્રણ વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો છે. ઘણા સમયથી ચાલતા ગટરલાઈનનાં ખોદકામનાં કારણે 10 ફૂટનાં ઊંડા ખાડામાં માસૂમ બાળકી પડી જતાં તેનું મોત નીપજ્યું છે. મૃતક બાળકીનાં પરિવારજનોએ સ્થાનિક પોલીસે, કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનનાં જવાબદાર અને ભ્રષ્ટ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

Advertisement

10 ફૂટ ઊંડા ખાડામાં પડી જતાં માસૂમનું મોત

અમદાવાદનાં (Ahmedabad) વટવામાં (Vatva) રહેતા પરિવાર માટે નવરાત્રિનો (Navratri 2024) પવિત્ર તહેવાર ત્યારે માતમમાં ફેરવાઈ ગયો જ્યારે તેમની ફૂલ જેવી માત્ર 3 વર્ષની માસૂમ બાળકીનું કોન્ટ્રાક્ટર અને તંત્રનાં પાપે મોત નીપજ્યું હતું. AMC નાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને મીલીભગતનાં કારણે માસૂમ બાળકીનો જીવ ગયો હોવાનો આરોપ પીડિત પરિવારે લગાવ્યો છે. પરિવારનાં આરોપ મુજબ, છેલ્લા ઘણા સમયથી ઘર નજીક ગટરનું ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે 10 ફૂટ ઊંડો ખાડો પણ ખોદવામાં આવ્યો છે. આ અંગે કોન્ટ્રાક્ટરને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કામગીરી પૂર્ણ કરી ખાડો પૂર્યો નહોતો. દરમિયાન, 3 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી, જેથી તેનું મોત નીપજ્યું છે.

Advertisement

આ પણ વાંચો - GST સંબંધિત છેતરપિંડીની તપાસ માટે રાજ્યભરના 14 સ્થળોએ Crime Branch ના દરોડા

Advertisement

આ પણ વાંચો - Navsari: લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવાનનું પોલીસે કાઢ્યું સરઘસ, ધમકી આપીને આચર્યું હતું દુષ્કર્મ

AMC અધિકારી, કોન્ટ્રાક્ટર અને પોલીસ સામે પરિવારનાં ગંભીર આક્ષેપ

પરિવારનો આરોપ છે કે આ મામલે પીડિત પરિવારે વટવા પોલીસ સ્ટેશનમાં (Vatva Police) જવાબદાર કોન્ટ્રાક્ટર ઝાકીર સામે ફરિયાદ પણ નોંધાવી હતી પણ PI અને અન્ય પોલીસકર્મીઓએ ઝાકીર સામે આરોપી તરીકે ફરિયાદ નોંધી નહોતી અને ગાળો ભાંડી હતી. ઉપરાંત, આ મામલે કોઈ કાર્યવાહી પણ કરી ન હોવાનો પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે. પરિવારે કહ્યું કે, કોન્ટ્રાક્ટરે ઘરની આસપાસની દીવાલ પણ તોડી પાડી છે. મૃતક બાળકીનાં પરિવારે વટવા પોલીસ (Vatva Police), કોર્પોરેશનનાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે આ મામલે લોકોમાં સવાલ છે કે...

> આગળ શું કાર્યવાહી કરવામાં આવશે ?
> માસૂમ બાળકીનાં મોત માટે જવાબદારોને કડક સજા થશે કે નહીં ?
> સજા થશે તો ક્યારે થશે ?
> પીડિત પરિવારને ક્યારે ન્યાય મળશે ?
> મૃતક બાળકીને ક્યારે ન્યાય મળશે ?

આ પણ વાંચો - Vadodara: લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં ખેલૈયાઓ વચ્ચે મારામારી

Tags :
Advertisement

.