Kutch : પિંગલેશ્વરના દરિયાઈ વિસ્તારમાં ફરી 10 ચરસના પેકેટ મળી આવ્યા
અહેવાલ : કૌશિક છાયા, કચ્છ
અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાં ફરી એક વખત ચરસના દસ પેકેટ તેમજ એક સેલ મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ આજે સ્ટેટ આઇ. બી,એન.આઇ. યુ તેમજ જખૌ પોલીસ દ્વારા પિંગલેશ્વરના દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું આ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા તેમજ તેની સાથે એક સેલ મળી આવ્યો છે.
સતત ઝડપાઈ રહ્યો છે બિનવારસી નશીલો પદાર્થ
ઈકાલે સીંધોળી નજીક 10 પેકેટ ચરસના મળી આવ્યા હતા બજારમાં એક કિલો ચરસની કિંમત દોઢ લાખ આંકવામાં આવે છે. આજે મળી આવેલ સેલ કયા પ્રકારનો છે તે અંગે વિગતો મેળવવામાં આવી રહી છે. સતત એક અઠવાડિયાથી ડ્રગ્સ બિનવારસી ઝડપાઇ રહ્યો છે ત્યારે ફરી કચ્છના દરિયાઈ વિસ્તારમાં કનસાઈમેન્ટ પહોંચાડવામાં આવતું હોય અને સુરક્ષા દળોને જોઈને ફેંકી દેવાયું હોય તે એક હકીકત છે.
પોલીસ તપાસ શરૂ
આ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. જખૌ પોલીસ મથકના પી.એસ.આઇ.વી.એમ.ડામોરના જણાવ્યા પ્રમાણે આજે મળેલ સેલ ક્યાં પ્રકારનું છે તે અંગે નેવીની ટિમને બોલાવવામાં આવી છે જે નિરીક્ષણ કર્યા બાદ સુ છે તેની હકીકત બહાર આવશે હાલ સેલને સુરક્ષિત સ્થળ પર રાખવામાં આવેલ છે.હાલ સેલ જીવંત છે કે ડિફ્યુઝ છે તે હજુ જાણી શકાયું નથી.
આ પણ વાંચો : AHMEDABAD : સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રોફ જમાવતા 7ની ધરપકડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.