Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RMC ની સામાન્ય સભામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો હોબાળો

RMC : રાજકોટમાં અગ્નિકાંડ બાદ પહેલીવાર આજે રાજકોટ મહાનગરપાલિકા (RMC ) ની જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ ભારે હોબાળો કર્યો હતો. બીજી તરફ અગ્નિકાંડના પીડિત પરિવારો રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. પીડિત પરિવારો ન્યાયની માગ સાથે કોર્પોરેશન...
rmc ની સામાન્ય સભામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો હોબાળો

RMC : રાજકોટમાં અગ્નિકાંડ બાદ પહેલીવાર આજે રાજકોટ મહાનગરપાલિકા (RMC ) ની જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ ભારે હોબાળો કર્યો હતો. બીજી તરફ અગ્નિકાંડના પીડિત પરિવારો રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. પીડિત પરિવારો ન્યાયની માગ સાથે કોર્પોરેશન પહોંચ્યા હતા. મૃતકના પરિવારને પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ અપાયો હતો. બેઠકમાં કોંગ્રેસ કોર્પોરેટરોએ અગ્નિકાંડ મુદ્દે ચર્ચાની માગ કરી હતી. કોંગ્રેસે પોસ્ટર બતાવી વિરોધ કર્યો હતો. આખરે કોંગ્રેસના કોર્પોરેટરોને માર્શલ દ્વારા સભામાંથી બહાર કઢાયા હતા.

Advertisement

મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે 2 મીનિટનું મૌન પાળવાનો વિવેક પણ સત્તાધીશો ચૂકી ગયા

રાજકોટમાં અગ્નિકાંડ બાદ પહેલીવાર આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. જો કે બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે 2 મીનિટનું મૌન પાળવાનો વિવેક પણ સત્તાધીશો ચૂકી ગયા હતા. સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી હતી. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ થયો હતો જેના પગલે સભામાં ભારે હોબાળો થયો હતો.

Advertisement

કોંગ્રેસે અગ્નિકાંડ મુદ્દે ચર્ચાની માગ કરી

Advertisement

આ તરફ અગ્નિકાંડના પીડિત પરિવારો પણ રાજકોટ મનપા ખાતે પહોંચ્યા હતા. પીડિત પરિવારો ન્યાયની માગના પોસ્ટર સાથે કોર્પોરેશ ખાતે પહોંચ્યા હતા. જો કે કોંગ્રેસ કોર્પોરેટરોની સહીથી મૃતકના પરિવારને પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ અપાયો હતો. સભામાં કોંગ્રેસે અગ્નિકાંડ મુદ્દે ચર્ચાની માગ કરી હતી તો બીજી તરફ ભાજપના કોર્પોરેટર એક સાથે ઉભા થઇને વિરોધ કરતા જોવા મળ્યા હતા.

કોંગ્રેસ કોર્પોરેટરે હોબાળો કર્યો

બીજી તરફ ભાજપ દ્વારા પણ યુવા મોરચા અને મહિલા મોરચાના કાર્યકરોને સભામાં બોલાવાયા હતા અને પ્રેક્ષક ગેલરની ફુલ કરી દેવાઇ હતી. જો કે જનરલ સભા પહેલા એક તબક્કે કોંગ્રેસના કોર્પોરેટરની અટકાયત પણ કરાઇ હતી. કોંગ્રેસ કોર્પોરેટરે અટકાયતમાંથી આવીને સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો---VADODARA : હરણી બોટકાંડને 6 મહિના વિત્યા, ન્યાયની માંગ સાથે પરિવારના ધરણા

આ પણ વાંચો----Gujarat: રાજ્યમાં વકરેલા ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક, આજે મહત્વની બેઠક મળશે

Tags :
Advertisement

.