Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM : આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન માટેની હોવી જોઇએ

CM Bhupendra Patel: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone) માસૂમ બાળકો સહિત કુલ 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યાં હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. રાજ્ય સરકારે પણ ઘટના માટે કસૂરવાર સંચાલકો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક તપાસ...
cm   આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન માટેની હોવી જોઇએ

CM Bhupendra Patel: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone) માસૂમ બાળકો સહિત કુલ 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યાં હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. રાજ્ય સરકારે પણ ઘટના માટે કસૂરવાર સંચાલકો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક તપાસ અને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) નું દર્દ છલકાયું છે. મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કહ્યું કે રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઇક ભૂલ થઇ ગઇ છે.

Advertisement

આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન માટેની હોવી જોઇએ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારે કડક કાર્યવાહી શરુ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એક વાર વહીવટીતંત્રને કડક ટકોર કરી છે. આજે ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજકોટ ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઇ ભુલ થઇ ગઇ છે. આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન માટેની હોવી જોઇએ. આટલું બધુ કામ કર્યા બાદ પણ ક્યાક ને ક્યાંક આપણી ભુલો થાય છે તેમ તેમણે કહ્યું હતું.

અધિકારી હોય કે પદાધીકારી હોય પણ સમાધાન ના કરવું જોઇએ

તેમણે કહ્યું કે અધિકારી હોય કે પદાધિકારી બધાએ આ બાબતનું ધ્યાન રાખવાનું છે અને હવે રાજકોટ જેવી ઘટના ફરી ના બને તે માટે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. વિકાસની દોટમાં આપણે જેના માટે વિકાસ કરીએ છીએ તેનું ધ્યાન રાખવાનું છે તેમ તેમણે કહ્યું હતું. માણસના જીવ માટે કોઇ પણ જાતનું સમાધાન અધિકારી હોય કે પદાધીકારી હોય પણ સમાધાન ના કરવું જોઇએ. એસઓપી લોકો માટે પણ જાહેર કરી છે જેમાં લોકો તરફથી સૂચનો પણ મંગાવાયા છે અને આવી ઘટના ફરી વાર ના બને તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

ગેરકાયદેસર કામોને આપણે જ અટકાવવાના છે

મુખ્યમંત્રીએ રાજકોટની ઘટના બાદ કડક સૂચનો પણ કર્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એસઓપી જાહેર કરી છે અને ગેરકાયદેસર કામોને આપણે જ અટકાવવાના છે. મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાના ચેક વિતરણ કાર્યક્રમમા આ મોટું નિવેદન કર્યું હતું. રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તેનું ધ્યાન રાખવું જરુરી છે તેવી તેમણે કડક સૂચના આપી હતી.

રાજકોટના પદાધિકારીઓને જબરદસ્ત ખખડાવ્યાં હતા

ઉલ્લેખનિય છે કે આ પહેલાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મળવા આવેલા રાજકોટના પદાધિકારીઓને જબરદસ્ત ખખડાવ્યાં હતા. રાજકોટમાં નિયમનું પાલન કરાવતાં અધિકારીઓને રોકવા માટે પદાધિકારીઓ મોટા ઉપાડે ગાંધીનગર પહોંચ્યા હતા. નિયમોનું પાલન કરાવનારા અધિકારીઓ સામે ફરિયાદ કરવાના હતા. જો કે, સીએમએ પદાધિકારીઓનોનો જ ક્લાસ લઈ લીધો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અગાઉ નિયમોનું પાલન કરાવ્યું હોત તો આવું ન બન્યું હોત. અત્યાર સુધી રાજકોટમાં શું કરતા હતા ?

Advertisement

આ પણ વાંચો-----Rajkot GameZone : અત્યાર સુધી રાજકોટમાં શું કરતા હતા ? : CM ભૂપેન્દ્ર પટેલ

Tags :
Advertisement

.