Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિયાસી બાદ હવે કઠુઆમાં આતંકીઓએ કરી Firing, એક આતંકીવાદી ઠાર

Terrorist Attacks : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં આતંકવાદીઓના હુમલા બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. હજુ રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા (Terrorist Attack) ને કોઈ ભૂલી શક્યું નથી આ દરમિયાન આતંકવાદીઓ (Terrorists) એ ફરી કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. મળી...
રિયાસી બાદ હવે કઠુઆમાં આતંકીઓએ કરી firing  એક આતંકીવાદી ઠાર

Terrorist Attacks : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં આતંકવાદીઓના હુમલા બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. હજુ રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા (Terrorist Attack) ને કોઈ ભૂલી શક્યું નથી આ દરમિયાન આતંકવાદીઓ (Terrorists) એ ફરી કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ વખતે આતંકવાદીઓએ જમ્મુ ડિવિઝનના કઠુઆ (Kathua) જિલ્લાના હીરાનગર તહસીલના સોહલ વિસ્તારને નિશાન બનાવ્યો છે. અહીં રહેતા ગ્રામજનોએ ગોળીબારના અવાજો સાંભળ્યા હોવાના અહેવાલ છે. ફાયરિંગની માહિતી મળતાં જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

Advertisement

કઠુઆમાં આતંકીઓનું ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ હુમલો કર્યો છે. જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના હીરાનગર તહસીલના સોહલ વિસ્તારમાં આતંકીઓ તરફથી ફાયરિંગના સમાચાર છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક આતંકવાદી માર્યો ગયો છે. આ દરમિયાન એક નાગરિકનું પણ મોત થયું છે. તાજેતરમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. પોતાનો જીવ બચાવવા માટે લોકોએ પોતાના ઘરની લાઈટો બંધ કરી દીધી છે જેથી આતંકીઓ તેમના ઘરમાં ઘૂસી ન શકે.

Advertisement

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું- હું વહીવટીતંત્રના સંપર્કમાં છું

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે તેઓ સતત ડીસી કઠુઆના સંપર્કમાં છે. જીતેન્દ્ર સિંહે X પર લખ્યું હતું કે, હું ઘટનાસ્થળે હાજર એસએસપી કઠુઆ અનાયત અલી ચૌધરી સાથે પણ સંપર્કમાં છું. જે મકાનમાં હુમલો થયો હતો તેના માલિકનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. પોલીસ અને અર્ધલશ્કરી દળો સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે. "અમે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ."

Advertisement

રિયાસી હુમલા બાદ બોર્ડર પર કડક સુરક્ષા

જણાવી દઇએ કે, રિયાસી બસ હુમલા પછી, સમગ્ર વિભાગમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. વળી, BSF અને પોલીસે કઠુઆને અડીને આવેલી અત્યંત સંવેદનશીલ હિરાનગર સરહદ અને પડોશી રાજ્ય પંજાબ સાથેની આંતરરાષ્ટ્રીય ભારત-પાકિસ્તાન સરહદને જોડતા વિસ્તારોમાં સઘન તકેદારી રાખી હતી. પરંતુ મંગળવારે રાત્રે આતંકીઓએ ફરી કાયરતા આચરી. તેમને શોધવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓએ શ્રદ્ધાળુઓની બસને નિશાન બનાવી હતી. જેમાં 9 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો - Terror Attack : આતંકીવાદીઓનું કાઉન્ટડાઉન શરૂ, રિયાસીનો બદલો લેવા સેનાનું ‘Action’

આ પણ વાંચો - Pilgrims Bus Accident: વધુ એકવાર તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદીઓનો હુમલો, 10 લોકોના મોત

Tags :
Advertisement

.