Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રશ્મિકા મંદાના પછી હવે એશ્વર્યા રાય Deepfake નો બની શિકાર, જુઓ Video

આજે ટેકનોલોજીના ક્ષેત્રે દુનિયા ખૂબ જ આગળ વધી ગઇ છે. ત્યારે હવે જમાનો AI નો આવ્યો છે જેમા તમને એવી ટેકનોલોજી જોવા મળી રહી છે જે તમે આ પહેલા ક્યારે પણ કલ્પના પણ નહી કરી હોય. તમે થોડા દિવસો પહેલા...
04:00 PM Nov 11, 2023 IST | Hardik Shah

આજે ટેકનોલોજીના ક્ષેત્રે દુનિયા ખૂબ જ આગળ વધી ગઇ છે. ત્યારે હવે જમાનો AI નો આવ્યો છે જેમા તમને એવી ટેકનોલોજી જોવા મળી રહી છે જે તમે આ પહેલા ક્યારે પણ કલ્પના પણ નહી કરી હોય. તમે થોડા દિવસો પહેલા રશ્મિકા મંદનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોયો હતો, જોકે પછી એ વાત સામે આવી કે આ તેનો વીડિયો નથી પણ આ એક Deepfake થી ક્રિએટ કરવામાં આવેલો વીડિયો છે. હવે આવો જ એક વીડિયો એશ્વર્યા રાયનો સામે આવ્યો છે. જેમા તે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

રશ્મિકા મંદાના બાદ એશ્વર્યા રાય બની Deepfake નો શિકાર

Deepfake આ શબ્દ હમણા થોડા દિવસથી ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. જે સાઉથની કલાકાર રશ્મિકા મંદનાના વાયરલ વીડિયોના કારણે ચર્ચામાં આવ્યો છે. જણાવી દઇએ કે, પહેલા રશ્મિકા મંદાનાનો એક Deepfake વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પછી સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર પણ તેની જાળમાં ફસાઈ. વીડિયો (ડીપફેક વીડિયો)માં ઐશ્વર્યા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3ના ગીત 'લેકે પ્રભુ કા નામ' પર ડાન્સ કરતી જોવા મળે છે. આ રિપોર્ટમાં જાણો ઝરા પટેલ પછી હવે કઈ છોકરીનો ઉપયોગ ડીપફેક માટે થયો છે. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય જોવા મળી રહી છે. આ એક ટ્રાન્ઝિશન વીડિયો છે, જેમાં ઐશ્વર્યા પહેલા સામાન્ય જીન્સ-ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે અને ટ્રાન્ઝિશન પછી તે સાડીમાં જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3નું ગીત લેકે પ્રભુ કા નામ વાગી રહ્યું છે. જણાવી દઈએ કે આ એક ડીપફેક વીડિયો છે અને વીડિયોમાં દેખાતી છોકરી ઐશ્વર્યા નથી.

ઓરિજનલ વીડિયો કોનો છે ?

જો તમે આ વીડિયો ધ્યાનથી જોશો તો તમને બે વાત સમજાશે. પહેલું, વીડિયોમાં ઐશ્વર્યા રાયનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે અને બીજું, વીડિયોમાં જે ડાન્સ છે તે સલમાનના ગીત પર નથી, એટલે કે સ્ટેપ્સ અન્ય કોઈ ગીતના છે. હવે તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં તે ખરેખર અદિતિ પંડિત છે, જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ તેના વીડિયોને પસંદ કરે છે. વાસ્તવિક વીડિયોમાં, અદિતિ પ્રિયંકા ચોપરાના ગીત દેસી ગર્લ પર ડાન્સ કરી રહી છે, જે તેણે 19 ઓક્ટોબરે શેર કર્યું હતું.

રશ્મિકા-સારા બની ચુકી છે શિકાર

નોંધનીય છે કે રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો સૌથી પહેલા લોકોની સામે આવ્યા હતા. જેમાં ઝરા પટેલના વીડિયોમાં રશ્મિકાનો ચહેરો જોવા મળ્યો હતો. આ વીડિયોની સત્યતા પછી, અમિતાભ બચ્ચન સહિત અન્ય ઘણી હસ્તીઓએ ડીપફેક્સ સામે અવાજ ઉઠાવ્યો હતો. રશ્મિકા પછી સારા તેંડુલકરનો શુભમન ગિલ સાથેનો ફોટો વાયરલ થયો હતો, જે વાસ્તવમાં ભાઈ અર્જુન સાથે હતો. હવે ઐશ્વર્યા રાયનો ડીપફેક વીડિયો વાયરલ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, સેલેબ્સની સાથે, સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ ડીપફેક વિશે ચિંતા વ્યક્ત કરી અને તેના પર કડક કાયદો લાવવાની અપીલ કરી.

આ પણ વાંચો - Sofia Ansari એ પોતાનો જ Bold Video શેર કરી લોકોને ચોંકાવી દીધા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Aishwarya raiAishwarya Rai DeepfakeAishwarya Rai Deepfake Viral VideoDEEPFAKEDeepfake created videoDeepfake DanceRashmika Mandanaviral video
Next Article