Kolkata Doctor Case : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે અહીં તબીબો જંગે ચઢ્યા! કર્યું બંધનું એલાન
- પશ્ચિમ બંગાળમાં કોલકાતા ટ્રેઈની મહિલા તબીબ રેપ અને હત્યા કેસ
- ભાવનગરમાં સરકારી હોસ્પિટલનાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
- ભુજ IMA નાં ડોક્ટરોએ આવતીકાલે બંધની જાહેરાત કરી
Kolkata Doctor Case : પશ્ચિમ બંગાળમાં કોલકાતા ટ્રેઈની મહિલા તબીબ જોડે દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરી દેવાની ઘટનાએ તબીબી આલમને હચમચાવી દીધી છે. આ ઘટનાનાં ઘેરા-પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદ (Ahmedabad), વડોદરા, સુરત (Surat), રાજકોટ બાદ હવે કચ્છ (Kutch) અને ભાવનગરમાં ડોક્ટરોમાં ભારે રોષ (Doctors Protested,) જોવા મળ્યો છે અને તબીબોએ બંધનું એલાન કર્યું છે.
આ પણ વાંચો - Gujarat: કોલકાતા કાંડના ગુજરાતમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત, દેશ વ્યાપી હડતાલમાં...
ભાવનગરમાં સરકારી હોસ્પિટલનાં ડોક્ટરો હડતાલ પર
કોલકાતાની (Kolkata Doctor Case) ઘટનાને લઈ ગુજરાતમાં પણ ડોક્ટરોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot) સહિત વિવિધ જિલ્લાઓમાં ડોક્ટરો રસ્તા પર ઉતર્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવા માગ કરી રહ્યા છે. ત્યારે હવે ભાવનગરમાં સરકારી હોસ્પિટલનાં ( Bhavnagar Government Hospital) ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. અંદાજિત 400 થી 500 રેસિડન્ટ ડોક્ટરોએ હોસ્પિટલ પરિસરમાં કાળા કપડાં પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. અચોક્કસ મુદ્દત સાથે તબીબો અને હોસ્પિટલ સ્ટાફ હડતાલ પર ઊતરી જતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ, માત્ર ઇમર્જન્સી સેવામાં જ સારવાર શરૂ રાખવામાં આવી છે. માહિતી મુજબ, ભાવનગરમાં 400 થી 500 રેસિડન્ટ ડોક્ટરો 'We Want Justice' નાં નારા સાથે હોસ્પિટલ પરિસરમાં કાળા કપડાં પહેરીને વિરોધ વ્યક્ત કર્યો છે.
ધ્યાન રાખજો તમારી બહેન અને દીકરીનું! | Gujarat First#kolkata #doctor #westbengal #Gfcard #gujaratfirst pic.twitter.com/rfi9RsG4Jx
— Gujarat First (@GujaratFirst) August 16, 2024
આ પણ વાંચો - ગાંધીનગરમાં શિક્ષકો કરશે આંદોલન, માંગ માત્ર એક જ ‘જૂની પેન્શન યોજના લાગુ કરો’
ભુજ IMA નાં ડોક્ટરોએ આવતીકાલે બંધની જાહેરાત કરી
કોલકત્તામાં ટ્રેઈની મહિલા તબીબ સાથે રેપ એન્ડ મર્ડરની ઘટનાથી કચ્છનાં ભુજમાં (Bhuj) પણ રોષનો માહોલ સર્જાયો છે. ભુજ IMA નાં ડોક્ટરોએ આવતીકાલે બંધની જાહેરાત કરી છે. સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 સુધી તબીબી સેવાઓ બંધ રહેશે એવું એલાન કરવામાં આવ્યું છે. જો કે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે એટલે કે ઇમરજન્સી સિવાયની તમામ તબીબી સેવાઓ આવતીકાલે બંધ રહેશે.
અમદાવાદમાં હડતાળ, રેલી અને કેન્ડલ માર્ચ
પશ્ચિમ બંગાળમાં (West Bengal) થયેલા ઘટનાનાં પડઘા હવે સમગ્ર ગુજરાતમાં હોવા મળી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) આવતીકાલથી 24 કલાક સુધી રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે. દરમિયાન, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ પ્રકારની OPD બંધ રાખવામાં આવશે. અમદાવાદમાં (Ahemabad) ડોક્ટરો દ્વારા ભવ્ય રેલી કરવામાં આવશે. આ રેલીમાં સમગ્ર અમદાવાદમાંથી 700 જેટલા ડોક્ટરો જોડાશે. જ્યારે સાંજે તમામ ડોક્ટર્સ ભેગા થઈને કેન્ડલ માર્ચ પણ યોજાશે.
આ પણ વાંચો - VADODARA : કલકત્તામાં દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં SSG હોસ્પિટલના તબિબો જોડાયા