Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hezbollahનો વળતો હુમલો, ઇઝરાયેલમાં ઇમરજન્સી જાહેર

લેબનોનમાં 492 લોકોના મોત થતા હિઝબુલ્લાહ છંછેડાયુ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર સેંકડો રોકેટ છોડ્યા ઇઝરાયેલે દેશમાં કટોકટી જાહેર કરવી પડી Israel-Hezbollah War: ઇઝરાયેલે લેબનોનમાં કરેલા હુમલામાં લેબનોનમાં 492 લોકોના મોત થતા હિઝબુલ્લાહ છંછેડાયુ છે. ઈઝરાયેલના હુમલાના થોડા સમય બાદ જ...
hezbollahનો વળતો હુમલો  ઇઝરાયેલમાં ઇમરજન્સી જાહેર
  • લેબનોનમાં 492 લોકોના મોત થતા હિઝબુલ્લાહ છંછેડાયુ
  • હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર સેંકડો રોકેટ છોડ્યા
  • ઇઝરાયેલે દેશમાં કટોકટી જાહેર કરવી પડી

Israel-Hezbollah War: ઇઝરાયેલે લેબનોનમાં કરેલા હુમલામાં લેબનોનમાં 492 લોકોના મોત થતા હિઝબુલ્લાહ છંછેડાયુ છે. ઈઝરાયેલના હુમલાના થોડા સમય બાદ જ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રોકેટ (Israel-Hezbollah War) છોડ્યા હતા. ઈઝરાયેલના આકાશમાં એક સાથે સેંકડો રોકેટોને જોઈને ઈમરજન્સી હવાઈ એટેકના સાયરન વાગવા લાગ્યા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાઓ તરફ ભાગતા જોવા મળી રહ્યા છે. જો કે, ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તે તેના આયર્ન ડોમથી હિઝબુલ્લાહના મોટાભાગના રોકેટ હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે.

Advertisement

ઇઝરાયેલે દેશમાં કટોકટી જાહેર કરવી પડી

પરંતુ હિઝબુલ્લાહના ઝડપી અને શક્તિશાળી વળતા હુમલાને જોતા, ઇઝરાયેલે દેશમાં કટોકટી જાહેર કરવી પડી. આ ઈમરજન્સી 30 સપ્ટેમ્બર સુધી લાગુ કરવામાં આવી છે. હિઝબુલ્લાહના વળતા હુમલાના કારણે ઈઝરાયેલના આકાશમાં દિવાળી જેવો દ્રશ્ય જોવા મળ્યા હતા. ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહના વળતા હુમલાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે આયર્ન ડોમમાંથી હિઝબુલ્લાહના રોકેટનો નાશ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો---વિશ્વના નકશામાંથી લેબનોનનું નામ કાઠવા આતુર ઇઝરાયેલ; કર્યો હવે ખતરનાક હુમલો, 400થી વધુના મોત

Advertisement

ઈઝરાયેલે ઈશ્વરનો આભાર માન્યો

ઇઝરાયેલે હિઝબુલ્લાહના હુમલાને નિષ્ફળ બનાવવા માટે ભગવાન અને આયર્ન ડોમનો પણ આભાર માન્યો છે. હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલ પર આ હુમલો કર્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે અમે આ હુમલાની વિરુદ્ધ છીએ. અમે તેની ધરતી પરથી હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા દરેક રોકેટ હુમલા માટે લેબનીઝ સરકારને જવાબદાર માનીએ છીએ. અમે ઇઝરાયેલી લોકોની સુરક્ષા માટે ક્યારેય માફી નહીં માંગીએ. તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે ઈઝરાયેલે ફાઈટર પ્લેન વડે લેબનોન પર મોટો હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 492 લોકો માર્યા ગયા હતા અને 1600 થી વધુ ઘાયલ થયા હતા. આ પછી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરવી પડી છે.

Advertisement

આ પણ વાંચો---ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળી PM MODIએ શું કહ્યું...

Tags :
Advertisement

.