Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દ્વારકા બાદ રાજ્યના આ જાણીતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પર લગાવાયો પ્રતિબંધ

દ્વારકાધીશ મંદિર બાદ ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે....
11:29 AM Jul 15, 2023 IST | Hiren Dave

દ્વારકાધીશ મંદિર બાદ ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે. જેમાં લખવામાં આવ્યું છે, ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.

ગઈકાલે દ્વારકામાં લગાવાયો હતો પ્રતિબંધ

ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય પ્રમાણે હવે હવે કોઇપણ વ્યક્તિ ટુંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં હવે ટૂંકાં વસ્ત્રો પર 'NO ENTRY'ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે.

હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો

તાજેતરમાં, આગ્રા-મથુરાના મંદિરોમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કર્યા પછી, ઘણા જિલ્લાઓના મંદિરોમાં આવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અને ભક્તોને મંદિરમાં હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. તેમને યોગ્ય ડ્રેસ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે હાપુડના પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ છે, જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ અને નાઈટ સૂટ જેવા કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ગઢ કે રાજા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

 

આ પણ  વાંચો -ARAVALLI: શાળામાં શિક્ષકનો ગંદો ખેલ, સહકર્મી શિક્ષિકા પર દાનત બગાડી ને પછી આચર્યુ દુષ્કર્મ…..

 

 

Tags :
DakorDwarkaGujarati NewsReligoustemple
Next Article