Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Badlapur બાદ મહારાષ્ટ્રના Kolhapur માં બર્બરતા, સગીર બાળકી પર બળાત્કાર અને હત્યા...

Badlapur બાદ હવે Kolhapur માં ભયાનક ઘટના સગીર બાળકીની બળાત્કાર બાદ હત્યા કરાઈ બુધવારે બપોરે બાળકી ગુમ થઈ ગઈ હતી... થાણેના બદલાપુર ઘટનાને લઈને રાજ્યભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે કોલ્હાપુર (Kolhapur)થી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી રહી છે. બદલાપુરમાં...
badlapur બાદ મહારાષ્ટ્રના kolhapur માં બર્બરતા  સગીર બાળકી પર બળાત્કાર અને હત્યા
  1. Badlapur બાદ હવે Kolhapur માં ભયાનક ઘટના
  2. સગીર બાળકીની બળાત્કાર બાદ હત્યા કરાઈ
  3. બુધવારે બપોરે બાળકી ગુમ થઈ ગઈ હતી...

થાણેના બદલાપુર ઘટનાને લઈને રાજ્યભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે કોલ્હાપુર (Kolhapur)થી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી રહી છે. બદલાપુરમાં બનેલી ઘટનાની ગરમી હજુ ઠંડી નથી પડી ત્યારે કોલ્હાપુર (Kolhapur)માં સગીર બાળકી પર બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો છે. બુધવારે બપોરથી ગુમ થયેલી સગીર બાળકીનો મૃતદેહ અહીંના શેરડીના ખેતરમાંથી મળી આવ્યો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને પુરાવા એકત્ર કરી રહી છે. બાળકીની ઉંમર આશરે 10 વર્ષની હોવાનું જાણવા મળે છે.

Advertisement

બુધવારે બપોરે બાળકી ગુમ થઈ ગઈ હતી...

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે બપોરે કોલ્હાપુર (Kolhapur)ના શિયે ગામના રામ નગર વિસ્તારમાંથી 10 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. બાળકીના માતા-પિતા નજીકની કંપનીમાં નોકરી કરે છે. બંનેને 3 પુત્રી અને 2 પુત્ર છે. બુધવારે સવારે 8 વાગ્યાના સુમારે બંને ઘરેથી કામ અર્થે નીકળ્યા હતા, જ્યારે તેઓ સાંજે કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમની 10 વર્ષની પુત્રી મળી ન હતી, જેના કારણે તેઓએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોએ તેની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ત્યારે આજે બપોરે 1 વાગ્યાના અરસામાં ગુમ થયેલી સગીર બાળકીની લાશ શેરડીના ખેતરમાં પડેલી મળી આવી હતી. આ પછી પોલીસને ઘટનાસ્થળે જાણ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : Jharkhand માંથી ઝડપાયા AQIS ના 7 આતંકવાદીઓ, મળ્યા અનેક મોટા હથિયારો...

CM અને ડેપ્યુટી CM પણ આ વિસ્તારમાં હાજર હતા...

પોલીસે ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે બે શકમંદોની પણ અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે આજે CM શિંદે અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ “માઝી લાડલી બહુ યોજના” હેઠળ કોલ્હાપુર (Kolhapur) પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Leh Accident : મુસાફરોથી ભરેલી બસ 200 મીટર ઉંડી ખીણમાં પડી, 6 થી વધુના મોત, 22 લોકો ઘાયલ

પોલીસ તપાસમાં જોડાઈ...

પોલીસે જણાવ્યું કે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ આજે બપોરે 1 વાગ્યે કોલ્હાપુર (Kolhapur)ના એક ખેતરમાંથી મળી આવ્યો હતો. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા. બાળકીની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ બે શકમંદોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કોલકતા કેસમાં વકીલ પર ભડક્યા CJI, કહ્યું - સોશિયલ મીડિયામાંથી જ્ઞાન લઇને અહીં ન સંભળાવશો

Tags :
Advertisement

.