Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ : જરા વરસાદ પડતા એરપોર્ટમાં પાણી ભરાયા, મકતમપુરામાં આખી કાર ભૂવામાં ગરકાવ

શુક્રવારે સાંજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી હતી. સામાન્ય વરસાદમાં પણ અનેક જગ્યાઓ પર ભુવા પડવાના અને પાણી ભરાવવાના સમાચાર સામે આવી રહ્યા હતા. ત્યારે મકતમપુરા વોર્ડમાં મોટો ભુવો પડ્યો હતો...
અમદાવાદ   જરા વરસાદ પડતા એરપોર્ટમાં પાણી ભરાયા  મકતમપુરામાં આખી કાર ભૂવામાં ગરકાવ

શુક્રવારે સાંજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી હતી. સામાન્ય વરસાદમાં પણ અનેક જગ્યાઓ પર ભુવા પડવાના અને પાણી ભરાવવાના સમાચાર સામે આવી રહ્યા હતા. ત્યારે મકતમપુરા વોર્ડમાં મોટો ભુવો પડ્યો હતો જેમાં આખી કાર અંદર ગરકાવ થઇ ગઈ હતી.

Advertisement

મહત્વનું છે કે, અમદાવાદના મકતમપુરા વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કાર ભૂવો પડતા તેમાં ગરકાવ થઇ જાય છે. આ ઘટનાના CCTV પણ આપણી સામે આવ્યા છે. આ વાતની જાણ ફાયર વિભાગને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને કારને ભૂવામાંથી બહાર કાઢી હતી.

Advertisement

તે સિવાય મણિનગર ગૌરના કુવા માર્ગ પર પાણી ભરાયા હતા. સરસપુરમાં એક વ્યક્તિનું ઝાડ પડવાથી મોત નીપજ્યું છે તેવા સમાચાર સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં ગત દિવસે જોરદાર પવન હોવાના કારણે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ઘટના સર્જાઈ હતી જેના કારણે લોકો ફસાઈ ગયા હતા.

Advertisement

આ સિવાય સામાન્ય વરસાદમાં જ અમદાવાદ એરપોર્ટમાં પણ પાણી ફરી વળ્યું હતું. સામાન્ય વરસાદમાં પણ એરપોર્ટમાં પાણી ભરાઈ ગયા હતા. એરપોર્ટમાં પાણી ભરાતા મુસાફરોમાં નારાજગી ફેલાઈ હતી. એરપોર્ટની અંદર વરસાદનું પાણી આવી જતાં મુસાફરોને આવનજાવનમાં મુશ્કેલી પડી હતી.

આ પણ વાંચો : બાબા બાગેશ્વરના દરબારમાં કઇ રીતે લગાવવી અરજી ? જાણી લો શું છે સિસ્ટમ

Tags :
Advertisement

.