ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

દત્તક લીધેલી દીકરી પર સાવકા પિતા-કાકા, સાવકા ભાઇઓ સહિત 5 લોકોએ દુષ્કર્મ આચર્યુ

સુરતમાં 14 વર્ષની સગીર યુવતી કે જેને દત્તક લેવાઇ હતી, તેને દત્તક લેનાર પિતા, કાકા અને સાવકા ભાઇઓએ જ તેને હવસનો શિકાર બનાવી, આ મામલે સુરતની અડાજણ પોલીસ સ્ટેશનમાં ખુદ પીડિતાએ પહોંચીને ફરીયાદ નોંધાવી છે. સગીરા જ્યારે છ વર્ષની હતી...
01:22 PM May 07, 2023 IST | Vishal Dave
featuredImage featuredImage

સુરતમાં 14 વર્ષની સગીર યુવતી કે જેને દત્તક લેવાઇ હતી, તેને દત્તક લેનાર પિતા, કાકા અને સાવકા ભાઇઓએ જ તેને હવસનો શિકાર બનાવી, આ મામલે સુરતની અડાજણ પોલીસ સ્ટેશનમાં ખુદ પીડિતાએ પહોંચીને ફરીયાદ નોંધાવી છે. સગીરા જ્યારે છ વર્ષની હતી ત્યારે તેને દત્તક લેવામાં આવી હતી

6 વર્ષની હતી ત્યારે તેને દત્તક લેવામાં આવી હતી 

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તે 6 વર્ષની હતી ત્યારે મહેતા પરિવારે તેને બાળ ગૃહ અનાથ આશ્રમમાંથી દત્તક લીધી હતી. ત્યાર બાદ તે મોટી થઈ હતી. શરૂઆતમાં તેના સાવકા પિતા વાત્સલ્ય મહેતાએ તેની છેડતી કરવાનું શરૂ કર્યું અને પછી વર્ષ 2021માં ઘરના ઉપરના માળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ પછી તેના કાકા અને બે સાવકા ભાઈઓ અને 5 માં અન્ય એક સગીરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું કહેવાયું છે.

પીડિતાએ ખુદ પોલીસ સ્ટેશન પહોંચીને ફરીયાદ નોંધાવી 

પીડિતાએ ખુદ આ મામલે ફરીયાદ દાખલ કરાવી છે.. તે અડાજણ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેની સાથે તેનાજ પરિવારના સભ્યો દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મની આપવીતી રજુ કરી ફરીયાદ નોંધાવી હતી.. પીડિતાની વાત સાંભળીને ખુદ પોલીસ ઈન્સ્પેક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના કહેવા પ્રમાણે, પોલીસ ઈન્સ્પેક્ટરે કેસ નોંધ્યો હતો. એસીપી બી.એમ ચૌધરીએ જણાવ્યું કે, હાલ આ કેસમાં 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં વાત્સલ્ય હસમુખભાઈ મહેતા, નીરજ વત્સલભાઈ મહેતા, પ્રજ્ઞેશ હસમુખલ મહેતા, નિકુંજ ઉર્ફે મોન્ટુ ગામીત અને એક સગીર આરોપી છે. આ તમામ આરોપીઓમાંથી હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે સગીર આરોપીની અટકાયત કરવામાં આવી છે.

Tags :
Adajan Police StationAdopted daughterFIRRapedstep brothersstepfatherSuratuncle