Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI IN POLAND: ભારત યુદ્ધમાં નહીં, શાંતિમાં માને છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોલેન્ડના પ્રવાસે પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા 45 વર્ષ પછી કોઈ ભારતીય PM પોલેન્ડ આવ્યા ગુજરાતના ભૂકંપ વખતે પોલેન્ડે સૌપ્રથમ મદદ કરી ભારત બુદ્ધનો દેશ છે, તેથી શાંતિમાં માને છે PM MODI IN POLAND...
07:35 AM Aug 22, 2024 IST | Vipul Pandya
PM MODI IN POLAND

PM MODI IN POLAND : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોલેન્ડના પ્રવાસે (PM MODI IN POLAND) છે. અહીં તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવ્યા છો. દરેકની ભાષા, બોલી, ખાનપાન અલગ અલગ છે, પરંતુ તમે બધા ભારતીયતાની લાગણી સાથે જોડાયેલા છો. તમે અહીં મારું આટલું સુંદર સ્વાગત કર્યું છે, આ સ્વાગત માટે હું તમારા બધાનો, પોલેન્ડના લોકોનો ખૂબ ખૂબ આભારી છું.

આજનું ભારત દરેક સાથે જોડાવા માંગે છેઃ પીએમ મોદી

વડાપ્રધાને કહ્યું કે દાયકાઓ સુધી ભારતની નીતિ તમામ દેશોથી સમાન અંતર જાળવી રાખવાની હતી, જ્યારે આજે ભારતની નીતિ તમામ દેશોની નજીક બનવાની છે. આજનું ભારત દરેક સાથે જોડાવા માંગે છે, આજનું ભારત દરેકના વિકાસની વાત કરે છે, આજનું ભારત સૌની સાથે છે, દરેકના કલ્યાણ વિશે વિચારે છે. અમને ગર્વ છે કે આજે વિશ્વ ભારતને વિશ્વ બંધુ તરીકે સન્માનિત કરી રહ્યું છે.

આ પણ વાંચો---PM નરેન્દ્ર મોદી પહોંચ્યા Poland, હોટલમાં ભારતીય સમુદાયે કર્યું સ્વાગત, પ્રધાનમંત્રીએ બાળકો સાથે હાથ મિલાવ્યા...

45 વર્ષ પછી કોઈ ભારતીય PM પોલેન્ડ આવ્યા: PM મોદી

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે પોલેન્ડમાં ભારતીયોનો ઉત્સાહ અદ્ભુત છે. 45 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડ આવ્યા છે. પીએમએ કહ્યું કે મારા નસીબમાં ઘણા સારા કામ છે. આજનું ભારત દરેકના હિતમાં વિચારે છે. જેને કોઈએ સ્થાન ન આપ્યું, તેને ભારતમાં આશ્રય આપવામાં આવ્યો. ભારતે હૃદયમાં રાખ્યા અને જમીન પણ આપી.

ગુજરાતના ભૂકંપ વખતે પોલેન્ડે સૌપ્રથમ મદદ કરીઃ પીએમ મોદી

પીએમએ કહ્યું કે પોલેન્ડ ભારતની સનાતન ભાવનાનું સાક્ષી છે. અમારા માટે આ ભૌગોલિક રાજનીતિનો નહીં, પણ સંસ્કારોનો વિષય છે. ગુજરાતના ભૂકંપ વખતે પોલેન્ડે સૌ પ્રથમ મદદ કરી હતી. યુક્રેનથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ પોલેન્ડના વખાણ કરે છે.

સમગ્ર વિશ્વ ભારતીયોની ક્ષમતાઓને ઓળખે છે: PM

પીએમએ કહ્યું કે 21મી સદીનું ભારત તેની ધરોહર પર ગર્વ સાથે આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વ ભારતીયોની ક્ષમતાને ઓળખે છે. ભારતીયો સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહ્યા છે.

કોવિડ દરમિયાન 150 થી વધુ દેશોને રસી આપવામાં આવી: PM

પીએમ મોદીએ કહ્યું કે કોઈપણ સંકટ સમયે ભારત સૌથી પહેલા પહોંચે છે. કોવિડ દરમિયાન ભારતે 150 થી વધુ દેશોને રસી આપી.

ભારત બુદ્ધનો દેશ છે, તેથી શાંતિમાં માને છે: PM

PMએ કહ્યું કે ભારતીયો સમગ્ર વિશ્વમાં પ્રભુત્વ ધરાવે છે. ભારત યુદ્ધમાં નહીં, શાંતિમાં માને છે. આ યુદ્ધનો યુગ નથી. ભારત પણ આ ક્ષેત્રમાં શાંતિ ઈચ્છે છે. ભારત કૂટનીતિ અને સંવાદ પર ભાર મૂકે છે. ભારત બુદ્ધનો દેશ છે, તેથી શાંતિમાં માને છે.

આ પણ વાંચો----PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

લોકસભા ચૂંટણીમાં 64 કરોડ લોકોએ મતદાન કર્યુંઃ પીએમ

પીએમએ કહ્યું કે ભારત એક જીવંત લોકશાહી છે. ભારતના લોકો લોકશાહીમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. માનવતા એ ભારતનો મંત્ર છે. ચૂંટણીમાં ભારતના લોકોનો વિશ્વાસ અતૂટ શક્તિ છે. લોકસભા ચૂંટણીમાં 64 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.

2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ : PM

વડાપ્રધાને કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે. આજનું ભારત સોલ્યુસન પર કામ કરી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

10 વર્ષમાં 3 પોલેન્ડ જેટલા ઘરો આપ્યા: PM

પીએમએ કહ્યું કે 10 વર્ષમાં તેમણે 3 પોલેન્ડ જેટલા ઘરો આપ્યા છે. 7 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવ્યું છે. આજે ભારતના 20 શહેરોમાં મેટ્રોની સુવિધા છે. 5G નેટવર્ક 2 વર્ષમાં દરેક જિલ્લામાં પહોંચી ગયું. ભારત જે પણ કરે છે તે એક રેકોર્ડ બની જાય છે. ભારતે એક સાથે 100 થી વધુ ઉપગ્રહો લોન્ચ કર્યા. ભારત ત્યાં પહોંચ્યું જ્યાં બીજું કોઈ ચંદ્ર પર પહોંચ્યું ન હતું. ભારતનું ધ્યાન સ્પીડ અને સ્કીલ પર છે.

આ પણ વાંચો----PM મોદીના વિદેશ પ્રવાસનો આજથી પ્રારંભ, પહેલા પોલેન્ડ અને પછી યુક્રેનની કરશે મુલાકાત

Tags :
Indian CommunitypeacePM MODI IN POLANDpm modi visit polandPrime Minister Narendra Modiwar
Next Article