કચ્છને Cyclone Biporjoy ની તારાજીમાંથી બહાર લાવવા Adani Group દ્વારા એડીચોટીના પ્રયાસો
બિપરજોય વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ કચ્છમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવાઈ રહી છે. આશ્રય ગૃહોમાં સૌને ફૂડ પેકેટ્સ અને તબીબી સારવારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એટલું જ નહીં, મહિલાઓ માટે સેનેટરી પેડ અને પશુધન માટે ઘાસચારા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મોબાઈલ હેલ્થકેર યુનિટ અને અદાણી હોસ્પિટલના તબીબો હાઈ એલર્ટ પર રહી સેવાઓ આપી રહ્યા છે.

દરિયાકિનારાના રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી
નાના કપાયા અને ઝરપરાની શાળાઓ વલ્લભ વિદ્યાલય અને અહિંસાધામમાં આવશ્યક સુવિધાઓથી સજ્જ આશ્રયગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રયગૃહોમાં 12500 ફૂડ પેકેટ્સ વિતરીત કરવામાં આયા છે. વહીવટીતંત્ર સાથે સંકલન કરી દરિયાકાંઠે વસતા રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભરચક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 22 ગ્રામ પંચાયતોને આવશ્યક PPE કિટ સહિત તબીબી સહાયનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ
વાવાઝોડાના સંકટ બાદ સર્જાયેલી વિકટ પરિસ્થિતીને પહોંચી વળવા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ અને તેમના ધર્મપત્નિ અમીબેન સમુદાયોની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોતરાઈ ગયા છે. એગ્રીપાર્ક અને એમએમ કોમ્પ્લેક્સ ખાતે તેઓએ સ્વયં જાત મુલાકાત લઈ બાળકોને ફૂડ પેકેટ્સ, ડ્રોઈંગ બુક્સ અને ચોકલેટ્સનું વિતરણ કર્યું હતું, APLના શ્રમિકો માટે ફૂડ સિસ્ટર સહેલી ગ્રુપ દ્વારા 30,000 જેટલા થેપલા બનાવી વિતરીત કરવામાં આવ્યા છે.
હેલ્થ અને કાઉન્સિલીંગની વ્યવસ્થા
અસરગ્રસ્તોની શારિરીક અને માનસિક ચિકિત્સા માટે ફાઉન્ડેશન દ્વારા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 90 OPD થકી દર્દીઓને તબીબી નિદાન અને સારવાર પુરી પાડવામાં આવી રહી છે. વિસ્થાપિતોમાં ઘર કરી ગયેલા ચક્રવાતી તોફાનના ડરને દૂર કરવા કાઉન્સિલીંગ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ અને બાળકો માટે પથારીઓ અને ગાદલાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
પશુઓ માટે વ્યવસ્થા
છેવાડાના વિસ્તારોમાં પુરવઠાની અછત હોય ત્યારે RRWHS ટાંકીઓમાં પાણીનો સંગ્રહ તેમજ પશુધનની સુરક્ષા માટે ‘આવાજ દે’ની સુવિધાના માધ્યમથી માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. ફાઉન્ડેશનની ટીમ દ્વારા ગામડાઓમાં પશુધન માટે ઘાસચારાના પુરવઠાની પણ તાબડતોબ વ્યવસ્થા કરવામાં આવી છે.
સેનેટરી પેડ્સનું વિતરણ
માસિકધર્મની સ્વચ્છતાના મહત્વને ધ્યાનમાં રાખી કિશોરીઓ અને મહિલાઓને સહેલી સ્વયંસેવી સંગઠન દ્વારા તૈયાર કરાયેલા સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ધરતીપુત્રોને મદદ
ઢોરઢાંખર અને મશીનોનો નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે ફાઉન્ડેશન ભારોભાર સંવેદનાઓ ધરાવે છે. ધરતીપૂત્રોને ધરાશાયી ભારે વૃક્ષો અને કાટમાળ હટાવવામાં જેસીબી મશીન દ્વારા મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આફતની આ ઘડીએ ફાઉન્ડેશનની ટીમ જરૂરિયાતમંદોને સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.
10 હજારથી વધારે લોકોને સતર્ક કરાયા
દરિયાકાંઠે વસતા માછીમારોને સતર્ક કરવા આવાઝ દે દ્વારા સમયસર સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 10,000થી વધુ લોકોને આપત્તિકાળમાં તૈયારીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી છે.
આ પણ વાંચો : સરકારના આ વિભાગો જે BIPARJOY CYCLONE ની સ્થિતિમાં લોકો માટે બન્યા દેવદુત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.