Kutch: વિરોધ કરવાનો પણ કર્મચારીઓને હક નથી, રૂપિયા છે, મોટું નામ છે એટલે Adani ગમે તે કરશે?
- કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી
- અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાન-એ-જંગ શરૂ
- અમને બધાને ધમકી આપવામાં આવીઃ ભગીરથ વૈષ્ણવ(કર્મચારી)
Kutch: અદાણી સિમેન્ટ કંપનીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. જેમાં પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ સામે માનવતા નેવે મુકી છે. તેમાં તડકામાં મંડપ લગાવીને વિરોધ કરતા કર્મચારીઓને હટાવ્યા છે. પોતાની હદ હોવાનો દાવો કરીને કર્મચારીઓને હટાવ્યા છે. પોલીસને સાથે રાખીને કર્મચારીઓને મંડપમાંથી હટાવ્યા છે. અન્યાય સામે વિરોધ કરવાનો પણ કર્મચારીઓને હક નથી? રૂપિયા છે, મોટું નામ છે એટલે અદાણી ગમે તે કરશે?
અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાન-એ-જંગ શરૂ
કચ્છમાં અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાન-એ-જંગ શરૂ થયુ છે. આગઝરતી ગરમીમાં કર્મચારીઓનું ન્યાય માટે આંદોલન છે. જેમાં અબડાસા ભાજપ તાલુકા પંચાયત સદસ્ય મહાવીરસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં મહાવીરસિંહે જણાવ્યું છે કે હું તમામ કર્મચારીઓ સાથે છું, અન્યાયની લડતમાં હું સાથે જ છુ. જરૂર પડશે તો ઉગ્ર લડત કરીશ, ભલે મને જેલમાં નાંખે. હું ભાજપમાં છું પણ અન્યાય સામે બોલીશ. કાયમી કર્મચારીઓને અન્યાય ગેરવ્યાજબી છે. ઘર ખાલી કરાવવાની વાત પણ ગેરવ્યાજબી છે. રાજકારણ આજે છે અને કાલે નથી.
અમને બધાને ધમકી આપવામાં આવીઃ ભગીરથ વૈષ્ણવ(કર્મચારી)
આ બાબતે કર્મચારી ભગીરથ વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમે બધા સાંઘીમાં કાયમી કર્મચારીઓ તરીકે કામ કરીએ છીએ. જ્યારથી અદાણી સિમેન્ટ દ્વારા સાંઘી સિમેન્ટ હસ્તકગત કરી છે. ત્યારથી અમારૂ શૌષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ અદાણી સિમેન્ટ દ્વારા અમારા જે કાયમી કર્મચારીઓ છે. તેમજ કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ અમને બધાને ધમકી આપવામાં આવી રહી છે. તેમજ અમને થર્ડ પાર્ટીમાં નાખવાનો પ્રયત્ન કર્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો:
કચ્છનાં અબડાસામાં આવેલ અદાણી હસ્તક (Kutch Adani Cement) ની સાંઘી સિમેન્ટ લિમિટેડ (Sanghi Cement Limited) નાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. અબડાસામાં આવેલ અદાણી સંચાલિત (Sanghi Industries Limited) સાંઘી સિમેન્ટ એકમમાં કર્મચારીઓએ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. સાંધી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Sanghi Industries Limited)નાં કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવા અંગેનાં નિર્ણયનો વિરોધ કરાયો હતો. તેમજ અદાણી સિમેન્ટ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમજ અબડાસા વિસ્તારમાં આવેલ સાંઘી સિમેન્ટ પ્લાન્ટ અદાણી હસ્તક થયા બાદ યોગ્ય સંચાલન ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ અદાણી સિમેન્ટ (Adani Cement) સામે નારાઓ સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. અદાણી સિમેન્ટ (Adani Cement)એ કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ પણ કર્મચારીઓ દ્વારા કર્યો છે. કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, કર્મચારીઓને પરત કાયમી કર્મચારી તરીકે લેવા.
આ પણ વાંચો: Kutch: અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની મેદાને-એ-જંગ!