Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અભિનેતામાંથી રાજકારણી બનેલા Suresh Gopi એ સંભાળ્યો કાર્યભાર, કહ્યું- મારા માટે આ બધું નવું છે...

કેરળના ભાજપને સમર્થન આપનાર એકમાત્ર સંસદ સુરેશ ગોપી (Suresh Gopi)ને કેન્દ્ર સરકારમાં બે મંત્રાલય મળ્યા છે. ફિલ્મ અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપી (Suresh Gopi)ને પર્યટન મંત્રાલયની સાથે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. મંગળવારે ચાર્જ સાંભળ્યા બાદ...
અભિનેતામાંથી રાજકારણી બનેલા suresh gopi એ સંભાળ્યો કાર્યભાર  કહ્યું  મારા માટે આ બધું નવું છે

કેરળના ભાજપને સમર્થન આપનાર એકમાત્ર સંસદ સુરેશ ગોપી (Suresh Gopi)ને કેન્દ્ર સરકારમાં બે મંત્રાલય મળ્યા છે. ફિલ્મ અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપી (Suresh Gopi)ને પર્યટન મંત્રાલયની સાથે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. મંગળવારે ચાર્જ સાંભળ્યા બાદ સુરેશ ગોપી (Suresh Gopi)એ કહ્યું કે, આ બંને મંત્રાલય તેમના માટે નવા છે. તેમને આ મંત્રાલયો આપવામાં આવશે તેબી અપેક્ષા નહોતી. તેથી તેમના માટે આ એક મોટી જવ્બદારી છે.

Advertisement

PM મોદી તેમની પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે...

આ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપી (Suresh Gopi)એ કહ્યું કે, 'PM નરેન્દ્ર મોદી મારી પાસેથી જે શક્યતાઓની અપેક્ષા રાખી રહ્યા છે તે મારે ચોક્કસપણે જોવી પડશે.' મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ સુરેશ ગોપી (Suresh Gopi)એ ઓફિસના સાથીદારો સાથે વાત કરી અને કામની માહિતી પણ લીધી.

Advertisement

કેરળના ત્રિશૂરથી 74,000 મતોથી જીત્યા...

તમને જણાવી દઈએ કે સુરેશ ગોપી (Suresh Gopi) કેરળમાં મલયાલમ ફિલ્મોના મોટા અભિનેતા છે. સુરેશ ગોપી (Suresh Gopi)એ કેરળમાં પહેલીવાર ભાજપનું ખાતું ખોલાવ્યું છે. તેઓ કેરળની ત્રિશૂર લોકસભા સીટ પરથી 74,000 મતોથી જીત્યા છે. ગોપીએ CPI નેતા વીએસ સુનિલ કુમારને હરાવ્યા છે. અહીંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા છે.

Advertisement

2019 માં લોકસભા ચૂંટણી હારી...

સુરેશ ગોપી (Suresh Gopi)એ ભાજપની ટિકિટ પર 2019 ની ચૂંટણી પણ લડી હતી. આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીમાં તેમની મહેનત જોઈને ભાજપે તેમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા. રાજ્યસભાના સાંસદ રહીને તેમણે વિસ્તાર માટે ઘણું કામ કર્યું. પરિણામ એ આવ્યું કે તેઓ 2024 ની ચૂંટણી જીતી ગયા.

આ પણ વાંચો : S Jaishankar : પાકિસ્તાન અને ચીનને તો….!

આ પણ વાંચો : 1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરુદ્ધ FIR નોંધાઈ…

આ પણ વાંચો : Rafting Ka Video : ઋષિકેશમાં પ્રવાસીઓ અને રાફ્ટિંગ ગાઈડો વચ્ચે મારામારી!, Video Viral

Tags :
Advertisement

.