PahelgamTerroristattack: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પોલીસ એક્શનમાં, ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી
- અમદાવાદ, સુરત, વડોદરા બાદ રાજકોટ પોલીસ પણ એક્શનમાં
- રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ બાદ એક્શનમાં
- શંકાસ્પદ લોકોની કરવામાં આવી રહી છે ચકાસણી
- રાજકોટ પોલીસે વિવિધ વિસ્તારમાં હાથ ધર્યુ ઓપરેશન
જામનગરમાં રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 31 પાકિસ્તાની મુસ્લિમ નાગરિકોને અલ્ટીમેટમ અપાયું છે. તમામ 31 પાકિસ્તાનીઓને બોર્ડર તરફ રવાના કરવામાં આવશે. આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મુસ્લિમ પાકિસ્તાનીઓને ઘરભેગા કરવા પોલીસની તૈયારીઓ છે. જામનગર પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
તમામ બાંગ્લાદેશીઓને ડિપોટેશન કરવામાં આવશે
રાજકોટ શહેર પોલીસ દ્વારા 10 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ બોર્ડર પરથી ઘુસણખોરી કરીને રાજકોટમાં પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારના વિઝા અને પાસપોર્ટ વગર ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા. તમામ બાંગ્લાદેશીઓને ડિપોટેશન કરવામાં આવશે. રાજકોટમાં મજૂરી કામ કરતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. શહેરમાં એક દિવસમાં 800 જેટલા શંકાસ્પદ લોકોને ચકાસવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃRajkot: ગોંડલના રાજકારણમાં ગરમાવો, અલ્પેશ કથીરિયા- ગોંડલમાં ફરવા આવીએ છીએ
ક્રાઇમ બ્રાંચ ની ટીમ કરી રહી છે તપાસ
વડોદરામાં પણ બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ મુદ્દે વડોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફતેપુરા, કાલુપુરા અને તુલસીવાડી વિસ્તારમાંથી 100 ને કુંભારવાડા પોલીસ સ્ટેશન લવાયા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે. બંગાળી કે બાંગ્લાદેશી કારીગરોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃAhmedabad: બાવળા અને જૂનાગઢમાં આતંકવાદી હુમલાનો લઈ વિરોધ પ્રદર્શન, કડક સજાની કરી માંગ