Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Accident : બિહારમાં ભયાનક અકસ્માત, બાઇકને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 9 લોકોના મોત...

બિહાર (Bihar)ના કૈમુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. ઝડપભેર સ્કોર્પિયો સાસારામથી NH-2 પર વારાણસી તરફ જઈ રહી હતી. બાઇકને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો ડિવાઇડર ઓળંગીને બીજી લેનમાં ગઇ હતી. આ પછી તે સામેથી આવી રહેલા ટ્રક સાથે...
accident   બિહારમાં ભયાનક અકસ્માત  બાઇકને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ  9 લોકોના મોત

બિહાર (Bihar)ના કૈમુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. ઝડપભેર સ્કોર્પિયો સાસારામથી NH-2 પર વારાણસી તરફ જઈ રહી હતી. બાઇકને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો ડિવાઇડર ઓળંગીને બીજી લેનમાં ગઇ હતી. આ પછી તે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત (Accident)માં બાઇક ચાલક સહિત કુલ નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

Advertisement

આ અકસ્માત (Accident) જિલ્લાના મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકાલી પાસે NH-2 પર થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ગ્રામજનોની મદદથી ત્યાં પહોંચી અને સ્કોર્પિયોની અંદર ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા. આ પછી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ હાઉસ, સદર હોસ્પિટલ, ભભુઆમાં મોકલવામાં આવ્યા હતા. સાથે જ NHAI ની ટીમે રોડ પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક ચાલુ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સર્ચ દરમિયાન પોલીસને બંને મૃતકો પાસેથી આધાર કાર્ડ મળી આવ્યા છે. આ બંને આધાર કાર્ડ પર મુંબઈનું સરનામું છે. સાથે જ વાહનનો નંબર બક્સરનો હોવાનું કહેવાય છે.

Advertisement

આ અકસ્માત (Accident) અંગે મોહનિયાના ડીએસપી દિલીપ કુમારે જણાવ્યું હતું કે સાસારામથી વારાણસી તરફ જઈ રહેલું સ્કોર્પિયો વાહન બાઇક સવારને ટક્કર માર્યા બાદ બીજી લેનમાં ગયું હતું. આ પછી તે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા આઠ લોકો અને બાઇક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હાલમાં કોઈ લાશની ઓળખ થઈ નથી.

આ પણ વાંચો : UP : ગાઝિયાબાદમાં હિટ-રન એન્ડ ડ્રેગની ભયાનક ઘટના, કાર ચાલકે યુવકને બોનેટ પર 3 KM સુધી ખેંચ્યો…

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.