Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ACB એ લાંચીયા આરટીઓ કર્મચારીની કરી ધરપકડ

ACB : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ના ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે નવસારીના આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી છે. સહાયક મોટર વાહન નિરીક્ષક સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ (મૂળ રહે. મોમાઈનગર, ગાંધીનગર, જામનગર)ને 7...
06:16 PM Aug 30, 2024 IST | Bankim Patel

ACB : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ના ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે નવસારીના આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી છે. સહાયક મોટર વાહન નિરીક્ષક સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ (મૂળ રહે. મોમાઈનગર, ગાંધીનગર, જામનગર)ને 7 હજારની લાંચ સ્વીકારતા નવસારી આરટીઓ કચેરીમાંથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી આરંભી છે.

નવસારી આરટીઓમાં ભ્રષ્ટાચાર

ACB Gujarat Toll Free Number નંબર 1064 પર નવસારી આરટીઓ કચેરીના અધિકારી/કર્મચારીઓની હેરાનગતિ ફરિયાદ મળી હતી. લાંચની રકમ મેળવવા માટે નવસારી હાઇવે (Navsari Highway) પરથી પસાર થતી અન્ય રાજ્યોની ટ્રકોને જુદા જુદા બહાના હેઠળ ડિટેઇન કરી લેવામાં આવતી હતી. ડિટેઇન કરાયેલી ટ્રક છોડાવવા માટે ટ્રક ડ્રાઇવર/માલિકે નિયમને આધિન દંડ ઉપરાંત રૂપિયા 5 હજારથી 10 હજાર સુધી લાંચ આપવી પડતી હતી.

આ પણ  વાંચો-Surat City ટ્રાફિકના ASI અને વચેટિયો 1 લાખની લાંચ સાથે ઝબ્બે

દંડની સાથે લાંચની ગોઠવણ

લાંચીયા આરટીઓ અધિકારી (RTO Officer) ને ઝડપી લેવા માટે નવસારી ACB સ્ટાફે ફરિયાદીના સહયોગથી ડીકોય ગોઠવી હતી. આજ રોજ આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ યાદવે (Santoshsingh Yadav AIVM) ડિટેઇન કરેલી ટ્રકને છોડવા માટે નિર્ધારીત દંડ ઉપરાંત 7 હજાર રૂપિયાની લાંચ માગી હતી. સંતોષસિંહ યાદવ નવસારી આરટીઓ કચેરી (Navsari RTO Office) માં આવેલી ઇન્સ્પેક્ટર ઑફિસમાં લાંચ લેતા ઝડપી લઇ 7 હજાર કબજે કરાયા છે. ACB સૂત્રોના જણાવ્યાનુસાર સંતોષસિંહ યાદવ વર્ષ 2013માં સરકારી નોકરી (Government Job) માં લાગ્યા હતા અને છેલ્લાં સાડા ચાર વર્ષથી નવસારી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા હતા અને મહિને 35 હજાર પગાર મેળવે છે.

આ પણ  વાંચો-NIOS Scam : બોર્ડ એક્ઝામમાં "પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો" કૌભાંડનો પર્દાફાશ

નવસારી ACB એ ગોઠવી ડીકોય

ડીકોય કામગીરી નવસારી એસીબી (Navsari ACB) પોલીસ સ્ટેશનના પીઆઇ બી. ડી. રાઠવા (B D Rathava PI) તથા સ્ટાફે કરી હતી. જ્યારે મદદનીશ નિયામક એસીબી-સુરત આર. આર. ચૌધરી (R R Chaudhari) નું સુપરવિઝન રહ્યું હતું.

Tags :
ACB GujaratACB Gujarat Toll Free NumberAnti Corruption BureauB D Rathava PIBankim PatelGovernment JobGujarat FirstNavsari ACBNavsari HighwayNavsari RTO OfficeR R Chaudhari DySPRTO OfficerSantoshsingh Yadav AIVM
Next Article