ACB એ લાંચીયા આરટીઓ કર્મચારીની કરી ધરપકડ
ACB : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ના ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે નવસારીના આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી છે. સહાયક મોટર વાહન નિરીક્ષક સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ (મૂળ રહે. મોમાઈનગર, ગાંધીનગર, જામનગર)ને 7 હજારની લાંચ સ્વીકારતા નવસારી આરટીઓ કચેરીમાંથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી આરંભી છે.
નવસારી આરટીઓમાં ભ્રષ્ટાચાર
ACB Gujarat Toll Free Number નંબર 1064 પર નવસારી આરટીઓ કચેરીના અધિકારી/કર્મચારીઓની હેરાનગતિ ફરિયાદ મળી હતી. લાંચની રકમ મેળવવા માટે નવસારી હાઇવે (Navsari Highway) પરથી પસાર થતી અન્ય રાજ્યોની ટ્રકોને જુદા જુદા બહાના હેઠળ ડિટેઇન કરી લેવામાં આવતી હતી. ડિટેઇન કરાયેલી ટ્રક છોડાવવા માટે ટ્રક ડ્રાઇવર/માલિકે નિયમને આધિન દંડ ઉપરાંત રૂપિયા 5 હજારથી 10 હજાર સુધી લાંચ આપવી પડતી હતી.
આરટીઓમાં ભ્રષ્ટાચારની ACB ગુજરાતે પોલ ખોલી
આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો
નવસારી આરટીઓના AIVM સંતોષસિંહ યાદવની ધરપકડ
અન્ય રાજ્યની ટ્રકો નિયમભંગના નામે ડિટેઇન કરી લાંચ લેતો
નવસારી આરટીઓ કચેરીમાં ડીકોય એસીબીએ ગોઠવી હતી
દંડ ઉપરાંત 7 હજારની લાંચ માગી AIVM યાદવે… pic.twitter.com/Z1gTPBkNlZ— Gujarat First (@GujaratFirst) August 30, 2024
આ પણ વાંચો-Surat City ટ્રાફિકના ASI અને વચેટિયો 1 લાખની લાંચ સાથે ઝબ્બે
દંડની સાથે લાંચની ગોઠવણ
લાંચીયા આરટીઓ અધિકારી (RTO Officer) ને ઝડપી લેવા માટે નવસારી ACB સ્ટાફે ફરિયાદીના સહયોગથી ડીકોય ગોઠવી હતી. આજ રોજ આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ યાદવે (Santoshsingh Yadav AIVM) ડિટેઇન કરેલી ટ્રકને છોડવા માટે નિર્ધારીત દંડ ઉપરાંત 7 હજાર રૂપિયાની લાંચ માગી હતી. સંતોષસિંહ યાદવ નવસારી આરટીઓ કચેરી (Navsari RTO Office) માં આવેલી ઇન્સ્પેક્ટર ઑફિસમાં લાંચ લેતા ઝડપી લઇ 7 હજાર કબજે કરાયા છે. ACB સૂત્રોના જણાવ્યાનુસાર સંતોષસિંહ યાદવ વર્ષ 2013માં સરકારી નોકરી (Government Job) માં લાગ્યા હતા અને છેલ્લાં સાડા ચાર વર્ષથી નવસારી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા હતા અને મહિને 35 હજાર પગાર મેળવે છે.
આ પણ વાંચો-NIOS Scam : બોર્ડ એક્ઝામમાં "પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો" કૌભાંડનો પર્દાફાશ
નવસારી ACB એ ગોઠવી ડીકોય
ડીકોય કામગીરી નવસારી એસીબી (Navsari ACB) પોલીસ સ્ટેશનના પીઆઇ બી. ડી. રાઠવા (B D Rathava PI) તથા સ્ટાફે કરી હતી. જ્યારે મદદનીશ નિયામક એસીબી-સુરત આર. આર. ચૌધરી (R R Chaudhari) નું સુપરવિઝન રહ્યું હતું.