Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Abu Dhabi બાદ હવે આ મુસ્લિમ દેશમાં બનશે હિંદુ મંદિર, ટૂંક સમયમાં શરૂ થશે કામ...

Abu Dhabi : અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરણી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અબુ ધાબી (Abu Dhabi)નું આ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. અહીં સનાતની સંસ્કૃતિ જોવા મળે છે. BAPS દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરનું ઉદ્ઘાટન PM...
11:17 AM Feb 15, 2024 IST | Dhruv Parmar

Abu Dhabi : અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરણી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અબુ ધાબી (Abu Dhabi)નું આ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. અહીં સનાતની સંસ્કૃતિ જોવા મળે છે. BAPS દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરનું ઉદ્ઘાટન PM મોદીએ 14 ફેબ્રુઆરીએ કર્યું હતું. આ રીતે મુસ્લિમ દેશ UAEમાં પણ પહેલું મંદિર અબુ ધાબી (Abu Dhabi)માં પૂર્ણ થયું હતું. અબુધાબી બાદ હવે અન્ય મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. આ માટે આ દેશના રાજા પાસેથી જમીન લેવામાં આવી છે. આ અંગે ટૂંક સમયમાં કામ શરૂ થશે.

UAE પછી બીજા મુસ્લિમ દેશ બહેરીનમાં મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિર પણ અબુ ધાબી (Abu Dhabi)ના મંદિર જેટલું વિશાળ હશે. મહત્વની વાત એ છે કે તેનું નિર્માણ પણ બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવનાર છે. BAPS ડેલિગેશન મંદિરના નિર્માણ અંગે બહેરીનના શાસકને મળ્યું હતું. બહેરીન સરકાર દ્વારા મંદિર માટે જમીનની ફાળવણી કરવામાં આવી ચુકી છે અને હવે બાંધકામ શરૂ કરવાની ઔપચારિકતા પણ પૂર્ણ થઈ ગઈ છે.

ક્રાઉન પ્રિન્સે 1 ફેબ્રુઆરીએ જમીન ફાળવણીની જાહેરાત કરી હતી

1 ફેબ્રુઆરી, 2022ના રોજ, બહેરીનના ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમાદ અલ ખલીફાએ સ્વામિનારાયણ હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવાની જાહેરાત કરી હતી. આ પછી સ્વામી અક્ષરતી દાસ, ડો.પ્રફુલ્લ વૈદ્ય, રમેશ પાટીદાર અને મહેશ દેવજીનું પ્રતિનિધિમંડળ મંદિર નિર્માણને લઈને તેમને મળ્યું હતું. BAPS એ જણાવ્યું છે કે મંદિરનો હેતુ વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે જગ્યા પ્રદાન કરીને તમામ ધર્મોના લોકોને આવકારવાનો છે.

પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો હતો

BAPS ના ગુરુ મહંત સ્વામી મહારાજે બહેરીનમાં મંદિરની જમીન માટે ભારતના વડાપ્રધાન મોદી અને બહેરીનના ક્રાઉન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો છે. એમ પણ કહ્યું કે આ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને ધાર્મિક સંવાદિતાની શાશ્વત માન્યતાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો : UAE બાદ PM મોદી Qatar પહોંચ્યા, રાજધાની દોહામાં અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે કરી ચર્ચા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BahrainBAPSHindu templeIndiaKing of BahrainNatiionalworld
Next Article