Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વમાં સૌથી વધુ Soft Toys આ યુવતી પાસે છે, ગિનીસ બુકમાં નોંધાવ્યું નામ

આ રમકડાની વચ્ચે પોતાને સુરક્ષિત અનુભવે છે કલેક્શન કરવાની શરૂઆત જાન્યુઆરી 2018 માં કરી તેણીએ કેટલાક રમકડાંનું નામ સેબ્રિના પણ રાખ્યું Sabrina Dausman Squishmallows collection : દુનિયામાં અનેક એવા લોકો હોય છે, જે પોતાની મનપસંદ વસ્તુઓની ખાસ જાળવણી સાથે...
વિશ્વમાં સૌથી વધુ soft toys આ યુવતી પાસે છે  ગિનીસ બુકમાં નોંધાવ્યું નામ
  • આ રમકડાની વચ્ચે પોતાને સુરક્ષિત અનુભવે છે
  • કલેક્શન કરવાની શરૂઆત જાન્યુઆરી 2018 માં કરી
  • તેણીએ કેટલાક રમકડાંનું નામ સેબ્રિના પણ રાખ્યું

Sabrina Dausman Squishmallows collection : દુનિયામાં અનેક એવા લોકો હોય છે, જે પોતાની મનપસંદ વસ્તુઓની ખાસ જાળવણી સાથે વર્ષો સુધી સંગ્રહ કરતા હોય છે. લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ જેવી કે રમકડા, ફોન, વિવિધ વાહન, રેડિયો, કેમેરા, અને બુટ સહિત અનેક એવી વસ્તુઓનો સંગ્રહ કરીને વિશ્વમાં નામના મેળવતા હોય છે. તાજેતરમાં એક એવો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે. તેના અંતર્ગત એક મહિલાના પાસે કુલ 1,523 Soft Toys નો ખજાનો છે. અમેરિકાના ઈલિનોઈસમાં રહેતી Sabrina Dausman પાસે આ ખાસ કલેક્શન છે.

Advertisement

આ રમકડાની વચ્ચે પોતાને સુરક્ષિત અનુભવે છે

Sabrina Dausman પાસે વિશ્વમાં સૌથી વધુ સ્ક્વિશમેલો છે. તેણી એક સંતાનની માતા છે. Squishmallows ને 2017 માં કેલી ટોય્ઝ હોલ્ડિંગ્સ એલએલસી દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતાં. આ પછી સ્ક્વિશી અને માર્શમેલો લોકોમાં લોકપ્રિય રમકડા બન્યા હતાં. તો Sabrina Dausman પાસે ઘણા સુંદર રમકડાં છે કે તે તેના પર સૂઈ શકે છે. Sabrina Dausman નું કલેક્શન તેના ઘરના દરેક રૂમમાં ફેલાયેલું છે. Sabrina Dausman નું ઘર Squishmallows થી સપ્તરંગી બની ગયું છે. અને Squishmallows થી સજાવવામાં આવેલા આ ઘરને જોતા આંખોની સામે એક અહ્લાદાયક અનુભવ થાય છે.

આ પણ વાંચો: Virat Kohli ની બેટિંગ જોવા કિશોર ઉન્નાવથી કાનપુર સાયકલ લઈને પહોંચ્યો, જુઓ વીડિયો

Advertisement

કલેક્શન કરવાની શરૂઆત જાન્યુઆરી 2018 માં કરી

Sabrina Dausman એ જણાવ્યું છે કે, મને લાગે છે કે જ્યારે કંપની Squishmallows નું ઉત્પાદન કરવાનું બંધ કરશે. ત્યારે જ હું સ્ક્વિશમેલોનો સંગ્રહ કરવાનું બંધ કરીશ. Squishmallows એ વધુમાં કહ્યું હતું કે, હું Squishmallows ની ખરીદી માટે હજારો કિલોમીટર સુધી મુસાફરી કરી શકું છું. કારણ કે... એકવાર એલેક્સી ધ કાઉ Squishmallows ની ખરીદી માટે કડકડતી ઠંડીમાં હું સતત બે કલાક પરોઠથી એક દુકાનની બહાર તેને ખુલવાની રાહ જોઈને ઉભી રહી છું. કારણ કે... આ એક દુકાન વિના અન્ય કોઈ દુકાનમાં આ એક્સી ધ કાઉ Squishmallows નું વેચાણ નહતું થતું.

Advertisement

તેણીએ કેટલાક રમકડાંનું નામ સેબ્રિના પણ રાખ્યું

Sabrina Dausman એ કલેક્શન કરવાની શરૂઆત જાન્યુઆરી 2018 માં કરી હતી. તે સમયે Sabrina Dausman એ તેના સ્થાનિક વોલમાર્ટના છાજલીઓ પર ફર્ન ધ વેલેન્ટાઇન ફોક્સને જોયો હતો. આ પહેલીવાર નથી જ્યારે તેને રમકડાં એકત્રિત કરવાનું પસંદ છે; જ્યારે તે નાની હતી ત્યારે તેની પાસે બ્રાટ્ઝ ડોલ્સ, બાર્બી ડોલ્સ અને બિલ્ડ-એ-બેર હતી. તેણીએ જણાવ્યું છે કે, તે આ રમકડાની વચ્ચે પોતાને સુરક્ષિત અનુભવે છે. તે ઉપરાંત આ રમકડાં તેણીને પોતાના કૂતરાની યાદ અપાવે છે. જોકે તેણીએ કેટલાક રમકડાંનું નામ સેબ્રિના પણ રાખ્યું છે.

આ પણ વાંચો: Karnataka High Court એ ભારત માતા કી જયના નારા પર આપ્યો ચોંકાવનરો આદેશ!

Tags :
Advertisement

.