Jammu Kashmir વિધાનસભાના પહેલા જ દિવસે હંગામો, સ્પીકરે કહ્યું કંઇક આવું...
- Jammu Kashmir વિધાનસભામાં હોબાળો
- PDP એ કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ મુક્યો
- વિધાનસભામાં ઠરાવ પસાર થતા જ ભાજપનો હોબાળો
ધારા 370 ને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થયો છે. PDP એ કલમ 370 હટાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવાની માંગ કરી છે. વાસ્તવમાં, પુલવામાનું પ્રતિનિધિત્વ કરતા PDP ધારાસભ્ય વાહીદ પારાએ પહેલા સત્રમાં જ એક ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં બંધારણ સભાની જેમ જ જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) યુટી એસેમ્બલીની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરવામાં આવી હતી અને જમ્મુના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવાની હાકલ કરવામાં આવી હતી. એઆઈપી પાર્ટીના ધારાસભ્ય શેખ ખુર્શીદે PDP ના ધારાસભ્ય વાહિદ પારાને પ્રસ્તાવ પર સમર્થન આપ્યું હતું.
ભાજપે વિરોધ કર્યો હતો...
PDP ના સભ્ય વાહીદ પારાએ સ્પીકરને અનુચ્છેદ 370 નાબૂદ કરવા અંગે રજૂ કરેલા ઠરાવને સ્વીકારવા વિનંતી કરી હતી, જ્યારે ભાજપે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) વિધાનસભામાં વિરોધ કર્યો હતો. સ્પીકરે કહ્યું કે, તેઓ પ્રસ્તાવ વાંચીને નિર્ણય લેશે. ભાજપનું કહેવું છે કે, ટિપ્પણીઓ દૂર કરવી જોઈએ અને દરખાસ્તને નકારી દેવી જોઈએ. PDP ધારાસભ્ય વાહિદ પારા દ્વારા 370 પર ઠરાવ સ્વીકારવાની વિનંતી બાદ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. સ્પીકરે કહ્યું કે, પ્રસ્તાવ મારી પાસે આવ્યો નથી, એકવાર આવશે તો હું તપાસ કરીને નિર્ણય લઈશ.
આ પણ વાંચો : Maharashtra Chunav 2024 : મનોજ જરાંગે વિધાનસભા ચૂંટણી નહીં લડે, તમામ નામાંકન પરત ખેંચશે
NC નેતા અબ્દુલ રહીમ રાથર સ્પીકર તરીકે ચૂંટાયા...
નોંધનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. વરિષ્ઠ નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા અને ચારાર-એ-શરીફ બેઠક પરથી સાત વખતના ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથર જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)નું આ પ્રથમ સત્ર પાંચ દિવસ સુધી ચાલશે. CM ઓમર અબ્દુલ્લા અને પ્રોટેમ સ્પીકર મુબારક ગુલે નવા વિધાનસભા અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથરને નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો : Uttarakhand : 50 મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળ્યા
આગાઉ પણ સંભાળ્યું સ્પીકરનું પદ...
80 વર્ષીય અબ્દુલ રહીમ રાથર અગાઉ જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) વિધાનસભામાં સ્પીકરનું પદ સંભાળી ચુક્યા છે. તેઓ 2002 થી 2008 સુધી PDP-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં વિપક્ષના નેતા પણ હતા. વિધાનસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા એજન્ડામાં કહેવામાં આવ્યું હતું કે ગૃહ સોમવારે પ્રથમ બેઠકમાં અધ્યક્ષની પસંદગી કરશે. ભાજપે નરેન્દ્ર સિંહ રૈનાને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદ કર્યા છે. આ સાથે જ વિપક્ષના નેતાની કમાન સુનિલ શર્માને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : Delhi માં હવાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, આ 12 વિસ્તારોમાં AQI 400 ને પાર