Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP : "રાહુલ ગાંધી કે મુમતાઝ પટેલ કોઈપણ ઉમેદવાર હોય મને જીતતા નહીં રોકી શકે"

આમ આદમી પાર્ટી (AAP) દાહોદ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી (AAP) હાલ ઇન્ડિયા એલાયન્સમાં સભ્ય છે, માટે અમે ઈચ્છીએ છીએ કે ઝડપથી ઇન્ડિયા એલાયન્સ દાહોદની લોકસભા સીટ મુદ્દે નિર્ણય લે. આમ આદમી પાર્ટી (AAP)નું...
aap    રાહુલ ગાંધી કે મુમતાઝ પટેલ કોઈપણ ઉમેદવાર હોય મને જીતતા નહીં રોકી શકે

આમ આદમી પાર્ટી (AAP) દાહોદ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી (AAP) હાલ ઇન્ડિયા એલાયન્સમાં સભ્ય છે, માટે અમે ઈચ્છીએ છીએ કે ઝડપથી ઇન્ડિયા એલાયન્સ દાહોદની લોકસભા સીટ મુદ્દે નિર્ણય લે. આમ આદમી પાર્ટી (AAP)નું દાહોદ સંગઠન ચૂંટણી લડવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી (AAP) સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મજબૂત પરિસ્થિતિમાં છે અને ભરૂચ બાદ દાહોદ લોકસભા સીટ પર પણ એક મજબૂત ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.

Advertisement

લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સભામાં હાજર

ત્યારે AAP ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને બીજી લોકસભા સીટો પર પણ મજબૂત સંગઠન બનાવી દીધું છે. આજે દાહોદ લોકસભામાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AAP ના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને કાર્યકારી પ્રમુખ, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

ચૈતર વસાવાનો હુંકાર...

ચૈતરભાઈ વસાવાએ સભામાં હાજર જનતા અને કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, દાહોદ લોકસભામાં આમ આદમી પાર્ટી (AAP)એ કોંગ્રેસ કરતા વધુ મત મેળવ્યા હતા. ભરૂચની જેમ દાહોદમાં પણ આમ આદમી પાર્ટી (AAP)નું સંગઠન આજે ઘણું મજબૂત છે. જેટલા ઝડપથી ઉમેદવારનો નિર્ણય લેવામાં આવે એટલું ચૂંટણી લડવામાં આસાની રહેશે. આજે અમે સંગઠનના સાથીઓને અને દાવેદારોને મળ્યા છીએ. આથી જો કોંગ્રેસ નિર્ણય લેવામાં સમય પસાર કરશે તો આમ આદમી પાર્ટી દાહોદ લોકસભા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે.

મોટા લોકો નાના સમાજના લોકોને દબાવવાનું કામ કરે

આદિવાસી સમાજ જેમને લોકસભા અને વિધાનસભામાં મોકલ્યા છે મોટા લોકો નાના સમાજના લોકોને દબાવવાનું કામ કરે છે. હું કે મારો પરિવાર કેવડિયા ચૂંટણી લડતો નથી તેમ છતાં કેવડિયા આંદોલન મે કર્યો હતો. વર્ષ 2019 ની લોકસભાને ધ્યાને રાખી મને 94 દિવસ રાજકોટ જેલમાં મોકલ્યો હતો અને ચૂંટણી પૂર્ણ થતા જ ત્રીજા દિવસે મને છોડી મૂકવામાં આવ્યો હતો. હાલ પણ મને ઉમેદવારી ના નોંધાવે તેને ધ્યાને રાખી અને મારા ગામમાં તેમજ ભરૂચમાં પ્રવેશ બંધી ના ઓર્ડર કરાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Ahmedabad : શાહઆલમ દરવાજા પાસે જાહેરમાં બેહરામપુરાના કાઉન્સિલર પર 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.