ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AAP નેતા ઇસુદાન ગઢવીએ 'મન કી બાત’ કાર્યક્રમને લઈને કર્યું વિવાદાસ્પદ ટ્વીટ, ફરિયાદ નોંધાઈ

આપ ગુજરાતના વધુ એક નેતા સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આપના ઈસુદાન ગઢવી વિરુદ્ધ કાયદાનો સકંજો કસાયો છે. જાણકારી મુજબ આપ નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ઈસુદાન ગઢવીએ પીએમ મોદીના મનકી બાત...
12:45 PM May 01, 2023 IST | Dhruv Parmar

આપ ગુજરાતના વધુ એક નેતા સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આપના ઈસુદાન ગઢવી વિરુદ્ધ કાયદાનો સકંજો કસાયો છે. જાણકારી મુજબ આપ નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

ઈસુદાન ગઢવીએ પીએમ મોદીના મનકી બાત કાર્યક્રમના ખર્ચ અંગે એક ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે- ” મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે. 100 એપિસોડના 830 કરોડ આપણા ટેક્સના ફૂંકી માર્યા હવે તો હદ થાય છે. ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે.” જો કે સમગ્ર હકીકત બહાર આવતા ઈશુદા ગઢવીએ તેમનું કરેલુ ટ્વીટ ડીલીટ કર્યું હતું પરંતુ આ ટ્વીટને લઈને તેમની સામે કાર્યવાહી કરવામા આવી છે.

PIB ફેક્ટચેક નામના ટ્વીટર એકાઉન્ટે સત્ય હકીકત ચકાસીને ઈસુદાને રજૂ કરેલી માહિતી ખોટી હોવાનો દાવો કર્યો છે. PIB ફેક્ટચેક પ્રમાણે, રૂપિયા 8.3 કરોડ એ મન કી બાત કાર્યક્રમ માટે અત્યાર સુધીની જાહેરાતોનો કુલ આંકડો છે. એક એપિસોડ માટેનો ખર્ચ કરવામાં આવ્યો નથી.

Tags :
AAPBJPGujaratIsudan GadhaviMan ki BaatNarendra ModiPM
Next Article