Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu and Kashmir ચૂંટણીમાં AAP ની એન્ટ્રી, 7 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર...

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી DPAD એ પણ 13 ઉમેદવારોની કરી જાહેરાત જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. પ્રથમ તબક્કા હેઠળ 24 વિધાનસભા...
09:13 PM Aug 25, 2024 IST | Dhruv Parmar
  1. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ
  2. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી
  3. DPAD એ પણ 13 ઉમેદવારોની કરી જાહેરાત

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. પ્રથમ તબક્કા હેઠળ 24 વિધાનસભા બેઠકો પર મતદાન પહેલા ઉમેદવારોની યાદી પણ આવવાનું શરૂ થઈ ગયું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે સાત ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે આજે ગુલાબ નબી આઝાદના DPAP એ પણ 13 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

આ છે આમ આદમી પાર્ટીના સાત ઉમેદવારો...

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદીની વાત કરીએ તો તેમાં સાત ઉમેદવારોના નામ છે. જેમાં ફૈયાઝ અહેમદ સોફીને પુલવામા વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ રાજપોરાથી મુદ્દસીર હસન, દેવસરથી શેખ ફિદા હુસૈન, દુરુથી મોહસીન સફકત મીરને ઉમેદવાર બનાવ્યા છે. મેહરાજ દીન મલિકને ડોડા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. છેલ્લા બે ઉમેદવારોની વાત કરીએ તો, AAPએ ડોડા પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી યાસિર સફી મટ્ટોને જ્યારે બનિહાલ વિધાનસભા બેઠક પરથી મુદ્દસિર અઝમત મીરને જાહેર કર્યા છે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા જ PM મોદીના 'હનુમાને' કર્યો મોટો દાવો, કહ્યું- ઝારખંડમાં NDA ની સરકાર બનશે...

ગુલામ નબી આઝાદે 13 ઉમેદવારોની યાદી જાહેર કરી...

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, DPAP એ પણ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે તાજેતરમાં જ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) નામની પોતાની પાર્ટીની રચના કરી હતી. ગુલામ નબી આઝાદની DPAP એ આજે ​​13 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો પણ 4 ઓક્ટોબરે જાહેર થશે.

આ પણ વાંચો : Maharashtra ની શાળામાં બદલાપુર જેવી ઘટના, કેન્ટીનમાં બાળકી પર ગુજારતો હતો ત્રાસ...

Tags :
AAPAAP candidates listArvind KejriwalAssembly Elections 2024First list of AAP candidatesGujarati NewsIndiaJammu and KashmirJammu and Kashmir Assembly Elections 20024NationalSrinagar
Next Article